ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ

Meta Ray-Ban Glasses: હવે તમે ફોન કાઢ્યા વગર રે-બેન સનગ્લાસથી લેવામાં આવેલી તસવીરો સીધી તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી શકો છો. મેટાએ પોતાના રે-બેન ગ્લાસ માટે ઘણા અન્ય અપડેટ્સ જારી કર્યાં છે.

ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ

Meta: મેટાના Ray-Ban સ્માર્ટ ગ્લાસેસને છેલ્લા કેટલાક સમયમાં ઘણા નવા ફીચર્સ મળ્યા છે. તેમાંથી એક ખાસ ફીચર છે સીધી Instagram પર સ્ટોરીઝ પોસ્ટ કરવાની સુવિધા. તમે ફોન કાઢ્યા વગર તમારા રે-બેન સનગ્લાસથી લીધેલી તસવીરોને સીધા તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી શકો છો. મેટાએ પોતાના રે-બેન ગ્લાસ માટે ઘણા અન્ય અપડેટ્સ જારી કર્યાં છે, જેમાં એમેઝોન મ્યુઝિક અને મેડિટેશન એપ Calm સામેલ છે.

વોઇસ કમાન્ડ આપી કરી શકશો પોસ્ટ
તમે Ray-Ban ગ્લાસથી લેવામાં આવેલી તસવીરો ફોટો લેતા પહેલા કે બાદમાં વોઇસ કમાન્ડ આપી પોસ્ટ કરી શકો છો. ઉદાહરણ માટે ફોલો લીધા બાદ તમે કહી શકો છો "Hey Meta, share my last photo to Instagram" કે ની તસવીર લેતા પહેલા "post a photo to Instagram" કહી શકો છો. રે-બેન ગ્લાસથી લેવામાં આવેલી તસવીરને પોસ્ટ કરવાની બીજી રીત મેટા વ્યૂ એપ છે.

આમ કરવા માટે તમારે માત્ર બસ એપ ખોલવાની છે, ગેલેરી સેક્શનમાં જવાનું છે અને તે તસવીરોને પસંદ કરવાની છે જેને તમે ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક સ્ટોરી અને ફેસબુક પોસ્ટ પર શેર કરવા ઈચ્છો છો. પરંતુ તે ધ્યાન રાખો કે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરવા માટે તમારે તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને મેટા એપથી કનેક્ટ કરવું પડશે. મેટા વ્યૂ એપથી જોડાયેલ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હંમેશા તે હશે જે તમારા મોબાઈલ ફોન પર ખુલેલું છે. જો તમે મોબાઇલ ફોન પર અલગ-અલગ પ્રોફાઇલનો ઉપયોગ કરો છો તો મેટા વ્યૂ અને ઈન્સ્ટાગ્રામ વચ્ચેનું કનેક્શન તૂટી શકે છે.

આ સિવાય ચાલવા સમયે મેડિટેશન કરવા અને માઇન્ડફુલનેસ એક્સરસાઇઝ કરવા માટે મેટાએ મેડિટેશન એપ Calm ની સાથે ભાગીદારી કરી છે. Calm એપ Ray-Ban ગ્લાસ ખરીદનારને ધ્યાન કરવા માટે ત્રણ મહિનાનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. આ ચશ્મા હવે એમેઝોન મ્યુઝિક પણ સ્ટ્રીમ કરી શકે છે. બસ "Hey Meta, play Amazon Music" કહેવાથી ચશ્મા તમારા માટે બનાવવામાં આવેલું પ્લે લિસ્ટ ચલાવશે. તમે તમારા અવાજ કે ટચથી વોલ્યૂમ અને ટ્રેક બદલી શકો છો. પહેલા રે-બેન ગ્લાસમાં સ્પોટિફાઈ હતું અને તાજેતરમાં તેણે એપલ મ્યૂઝિકને પણ સામેલ કરી લીધુ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news