Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ

Share Price Target : પોઝિશનલ ટેડર્સ માટે એક્સિસ ડાયરેક્ટે આગામી 30 દિવસના હિસાબથી RCF અને Biocon ને સિલેક્ટ કર્યા છે. જાણો કયા ભાવમાં ખરીદવાના છે અને કયા ભાવે વેચવાના છે અને સ્ટોપલોસ શું રાખવાનો છે. 

Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ

Short term Stocks to BUY: આગામી અઠવાડિયું બજાર માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. બજાર ઓલ ટાઇમ હાઇ પર છે અને ગત 7 કારોબારી સત્રોથી સતત ગ્રીન ઝોનમાં બંધ થઇ રહ્યું છે. 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. એવામાં આગળ વોલાટિલિટી બની રહેવાની આશા છે. સેંટિમેન્ટ અને ટ્રેંડ મજબૂત છે. એક્સિસ ડાયરેક્ટે એક્સિસ ડાયરેક્ટે આગળ 30 દિવસના હિસાબે પોઝિશનલ ટ્રેડર્સ માટે 2 સ્ટોક્સની પસંદગી કરી છે. તેના નામ RCF and Fertilizers અને Biocon છે. 

ફાર્યા સેક્ટરની કંપની Biocon નો શેર આ અઠવાડિયે 319 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારે તેણે ઇંટ્રાડેમાં 331 નો ન્યૂ 52 વીક્સ હાઇ બનાવ્યો. તે દિવસે કંપનીએ દક્ષિણ કોરિયાની ફાર્માસ્યુટિકલ કંપની સાથે સપ્લાય એગ્રીમેન્ટ સાઇન કર્યું છે. આ શેર 4 ટ્રેડિંગ સેશનથી સતત વધી રહ્યો છે. બ્રોકરેજે રૂ. 317-323ની રેન્જમાં ખરીદવાની સલાહ આપી છે. રૂ.360નો ટાર્ગેટ અને રૂ.305નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

Biocon Share Price History
Biocon ના શેરે આ અઠવાડિયે 331 રૂપિયાનો હાઇ અને 304 રૂપિયાનો લો બનાવ્યો છે. આ મહિનાની હાઇ પણ 331 રૂપિયા છે અને લો કિંમત 292 રૂપિયા છે. વળતરની વાત કરીએ તો આ અઠવાડિયે 4.4%, બે અઠવાડિયામાં 5% અને એક મહિનામાં 10.3% નો ઉછાળો આવ્યો છે. ત્રણ મહિનાનું વળતર 17% છે.

બ્રોકરેજની બીજી પસંદ સરકારી ફર્ટિલાઇઝર કંપની RCF છે. આ શેર આ અઠવાડિયે 157 રૂપિયા પર બંધ થયો. શુક્રવારે શેરમાં 6.5 ની તેજી આવી અને ટ્રેડિંગ વોલ્યૂમમાં મલ્ટી ફોલ્ડ જંપ આવ્યો છે. 154-157.5 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે. રૂ.174નો ટાર્ગેટ અને રૂ.152નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે શેરે  162 રૂપિયાનો હાઇ અને 145 રૂપિયાની નીચી સપાટી બનાવી છે. મે મહિનાની નીચી કિંમત 136 રૂપિયા છે. આ અઠવાડિયે સ્ટોક 6%, બે અઠવાડિયામાં 12% અને એક મહિનામાં 3.5% વધ્યો છે.

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news