સુરત : ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ ચુની ગજેરા પર એક શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. શાળાના કામકાજ અને ઘરે ગયા બાદ પણ મોબાઇલ પર બિભત્સ મેસેજ અને અશ્લિલ ક્લિપ મોકલવા સાથે ગંદા ઇશારા કર્યા હતા. મહિલાએ જણાવ્યું કે, તેઓએ મારી સહિત અને મહિલાઓ સાથે આવું વર્તન કર્યું હશે તેમન લાગે છે. સ્કુલનાં ટ્રસ્ટી અને માલિક સામે ફરિયાદ દાખલ કરાવી છે.  હાલ અડાજણ પોલીસે ફરિયાદનાં આધારે વધારે તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર: યુવાનનો આપઘાત, કહ્યું મમ્મી પપ્પાનો સારો દીકરો ન બની શક્યો, કોમલ સારો પ્રેમી પણ ન બની શક્યો


પીડિતાએ જણાવ્યું કે, મારી ફરિયાદ નોંધાઇ તે બદલ તંત્રનો આભાર. મારી સાથે 15 ડિસેમ્બર, 2018થી માર્ચ, 2019 દરમિયાન છેડતી થઇ હતી. સ્કુલમાં કોઇ પણ ટીચર પાંચ વર્ષ સુધી ટકી શકતા નથી. મે કાયદાનો અભ્યાસ કર્યો હોવાથી હું તેમાં ઉંડરી ઉતરી છું. મીસીસ ગુજરાત અમારી સ્કુલમાં આવતા ત્યારે હું તેને સ્ટેજ પર લઇ ગયેલી ત્યારે ચુનીભાઇની નજર મારા પર પડી અને ત્યાર બાદ મને બિભત્સ મેસેજ અને બધુ મોકલતા હતા. હું લાચાર હોય તેમ મને મોકલતા હતા. હું પહેલી વખત મેસેજ આવ્યો ત્યારે ખુબ જ ગભરાઇ ગઇ હતી. પછી હિંમત આવી અને ક્લિપ ભેગી કરી હતી. 


Gujarat Corona update: નવા 1310 દર્દી, 1131 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત નિપજ્યાં


આ અંગે પીડિતાએ જણાવ્યું કે, મે ચુનીભાઇને જ્યારે પોલીસમાં જવાની વાત કરી તો તેમણે 27 માર્ચે મને પ્રિન્સિપાલ તરફથી ના પડાવી દીધી કે તમારે સ્કુલે આવવું નહી. તમે ચુનીભાઇની વિચારધારા સાથે મેચ થતાન થી. ડાયમંડની ઓફીસ પણ મને મોકલવામાં આવી હતી. જાહેર રજાના દિવસે પણ ત્યાં મારે જવું પડતું હતું. ચુનીભાઇ મને ત્યાં ચા પાણી પીવડાવી સોફા પર બેસાડી હતી. તેમના પેન્ટની ચેઇન ખુલ્લી હતી. તેમનો પ્રાઇવેટ પાર્ટ દેખાઇ રહ્યો હતો. હું ડરી ગઇ. જેથી મે કહ્યું હતું જઇ રહી છું. જો કે તેમણે મને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ હું ગભરાઇ ગઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર