જામનગર: યુવાનનો આપઘાત, કહ્યું મમ્મી પપ્પાનો સારો દીકરો ન બની શક્યો, કોમલ સારો પ્રેમી પણ ન બની શક્યો
Trending Photos
જામનગર: કોરોના કાળમાં આર્થિક ભીંસથી કંટાળી ગયેલા જામનગરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવાને પોતાનાં જ ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. નિશ્ચલ શ્રીવાસ્તવ નામનો યુવાન આપઘાત કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસને યુવાને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પોતાના અનેક સપના સાકાર કરવા માંગતા યુવાને પોતાની વ્યથા ઠાલવી છે. પોતાના આપઘાત પાછળ કોઇને પણ દોષિત ઠેરવ્યા નથી. આ યુવાન પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. સુસાઇડ નોટમાં યુવાને લખ્યું કે, મમ્મી અને પપ્પાનો સારો દીકરો ન બની શક્યો. જો કે પ્રેમિકાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, કોમ તે મને ઘણો જ પ્રેમ કર્યો પણ આપણી કહાની અધુરી રહી.
યુવાને હિન્દીમાં સુસાઇડ નોટ લખી તેમાં જણાવ્યું કે, હું નિશ્ચલ શ્રીવાસ્તવ, હું સંપુર્ણ હોશમાં છું અને આત્મહત્યા કરૂ છું. આ પગલું ભરવા માટે મારા પર કોઇ જ દબાણ નથી. બાળપણથી અત્યાર સુધીમાં મારા જીવન અને સંઘર્ષોથી પરેશાન બનીને આ કરી રહ્યો છું. મે ગણા લોકોના પૈસા કામમાં લગાવ્યા હતા. કોરોના પછી પૈસા કઢાવવા ખુબ જ મુશ્કેલ બની રહ્યા છે. જે પણ વ્યક્તિએ પૈસા લગાવ્યા હતા તેને સમયસર આપવા માટે હું સક્ષમ ન હતો. થોડોથોડો સમય મળ્યો હતો હું તમામના પૈસા આપી દેત. હવે લોકો મારી નિયત પર શંકા કરી રહ્યા છે. હું કોઇ સાથે છેતરપિંડી કરી નથી. બસ સમય ખરાબ ચાલી રહ્યો છે. ઉપરવાળાએ પણ સાથ નથી દીધો અને હું સતત ફસાતો જ જઇ રહ્યો છું.
મમ્મી હું ખુશ છું કે તમારી જેવી માં મને મળી પરંતુ દુર્ભાગ્ય છે કે, મારી જેવો તમને દિકરો મળ્યો. માફ કરી દેજો. હું કંઇ પણ લાયક ન બની શક્યો. તમારા અને પપ્પાનો સારો દિકરો ન બની શક્યો. હું ન તો સારો દોસ્ત ન તો સારો ભાઇ ન તો સારો બિઝનેસમેન પણ કંઇ ન બની શક્યો. બહુ જ કરવા માગતો હતો પરંતુ કરી ન શક્યો. માનસિક તણાવ એટલો વધી ગયો કે પોતાના ખતમ કરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. પપ્પા પાસે જઇ રહ્યો છું માફી માંગવા. માફ કરજો બધા.
બસ આટલું જ નહી કહુ છું કે હું ખરાબ નથી બસ સમય ખરાબ હતો અને હું ફસાતો ગયો જીવનભર. બહુ જ પ્રયત્ન કર્યો પણ નીકળી ન શક્યો આ બધામાંથી. કોમલ તેને બહુ જ પ્રેમ કર્યો. તારાથી પણ મને ખુબ જ પ્રેમ મળ્યો. સારી રીતે સેટ થઇને તારી ઘરે આવીશ. પરંતુ આ થઇ ન શક્યું. આપણી કહાની અધુરી રહી ગઇ. તારો નિશ્ચલ શ્રીવાસ્તવ. માફ કરજો બધા. હવે બસ બધા ખરાબ સપનું સમજીને ભુલી જજો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે