નવનીત દલવાડી/ભાવનગર: શહેરના બાળકો વર્ષે 4 કરોડથી વધુના જંકફુડ આરોગી જાય છે. શહેરના માત્ર 22 વિસ્તારોમાં શૈશવ સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં આ હકીકત બહાર આવી છે. બાલસેના ના 124 બાળકો દ્વારા એક સપ્તાહમાં 51 દુકાનોમાં કરાયેલા સર્વેમાં 1 થી 5 રૂપિયાની કિંમતના 103 પ્રકારના કુલ 1.20 લાખ જંકફુડ પડિકાનું થાય છે વેચાણ, જે હિસાબે વર્ષે 3.11 કરોડ કિંમતના 62 લાખ પડિકાની ખપત થાય છે. મેડિકલ અધિકારીએ કહ્યું જંકફુડ બાળકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક, જંકફુડ ખાવાથી પેટને લગતા અનેક રોગ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જય શ્રી રામ! 22મીએ સ્કૂલ-કોલેજો રહેશે બંધ, રામલલ્લાનો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


આજે નાના બાળકો, યુવાનો કે મોટેરા લોકોમાં પણ જંકફુડ ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે, બજારમાં રૂપિયા 1 થી 10 માં મળતા ચટપટ્ટા પડિકાઓમાં અનેક પ્રકારના જીભને લબકારા લાગે એવા મસાલા વાપરવામાં આવે છે, જેને ખાધા પછી ફરી ફરીને ખાવાનું મન થઈ જાય છે, શાળાએથી લઈને ઘરની આજુબાજુની દુકાનોમાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, અને બાળકો થી લઈને મોટેરા લોકો પણ તેના વ્યસની બની રહ્યા છે, અને તૈયાર નાસ્તા તરીકે મળતા જંકફુડ એક રીતે અનિવાર્ય દૂષણનું રૂપ લઈ રહ્યા છે, ત્યારે બાળકો માટે કાર્યરત એવી ભાવનગરની શૈશવ સંસ્થા દ્વારા શહેરમાં વેચાતા આવા જંકફુડ પડિકાઓની ખપત અંગે સર્વે કરવામાં આવતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, જે બાળકોના સ્વાસ્થ્ય ને લઈને ચિંતિત વાલીઓ માટે ચોક્કસ ચેતવણીરૂપ ગણી શકાય. 


મોદીકાળમાં ગૃહમંત્રી રહેલા આ ગુજરાતી નેતા પર મોદીને મોટો ભરોસો, CMની રેસમાં હતું નામ


શૈશવ સંસ્થાના ટ્રસ્ટી ફાલ્ગુનભાઈના માર્ગદર્શન નીચે સંસ્થાના 124 જેટલા બાળકોને જંકફૂડના વેચાણ અંગેના સર્વે માટે 2 દિવસ માટે તાલીમ આપવામાં આવી હતી, અને તાલીમ બાદ તૈયાર થયેલા બાળસેનાના બાળકોએ એવા વિસ્તારો કે જ્યાં બાળકો આવા પડિકાઓ મોટીમાત્રામાં આરોગતા હોય એવા શહેરના માત્ર 22 વિસ્તારોમાં સર્વેનો પ્રારંભ કર્યો હતો, જેમાં રૂપિયા 1, 5, 10 અને 15 ની કિંમતના પડીકાઓ ના વેચાણ અંગે સર્વે કરતા જુદી જુદી માન્ય, અમાન્ય કંપનીના 103 પ્રકારના પડીકાઓનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું, જેમાં બાળસેના ના બાળકોએ 51 જેટલી દુકાનો પર ફરી દુકાનદારો સાથે વાતચીત કરી બાળકો કેવા પ્રકારના પડીકાં ખરીદી કરે છે એ અંગે જાણકારી મેળવી હતી, જેમાં એક સપ્તાહમાં આશરે 1.20 લાખ પડીકાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું, જેની કિંમત આશરે 5.98 લાખ રૂપિયા થાય છે, જેને એક વર્ષના હિસાબે ગણતરી કરીએ તો વર્ષે 3.11 કરોડ કિંમતના 62 લાખ પડિકાનો વેપાર થતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી, ત્યારે આવા દૂષણને ડામવા માટે બાલસેનાએ ઘરે ઘરે ફરી વાલીઓ સાથે વાતચીત કરી તેઓના બાળકો કેવા પ્રકારના નાસ્તો લઈ જતા હોય છે તે અંગે માહિતી મેળવી હતી, તેમજ આવા પડીકાં નાસ્તામાં નહિ આપવા સમજણ સાથે બાળકોને ઘરે બનાવેલો ખોરાક નાસ્તામાં આપવા અપીલ કરી હતી.


Post Office સ્કીમમાં કમાણીની સાથે લઈ શકો છો લોન, સરકારની આ યોજના પર મળે છે ડબલ લાભ


ભાવનગર શહેરના માત્ર 22 વિસ્તારોના બાળકો 51 દુકાનો માથી એક સપ્તાહમાં એક વર્ષ દરમ્યાન 3.11 કરોડની કિંમતના 62 લાખ જંકફૂડના પડીકાઓ આરોગતા હોવાની હકીકત સર્વે દરમ્યાન સામે આવી છે, ત્યારે આવા પ્રકારના જંકફુડ વેચતી શહેરમાં 2 હજાર કરતાં વધુ દુકાનો આવેલી છે જેમાં જેટલા કરોડના આવા જંકફુડ નું વેચાણ થતું હશે એ કલ્પી શકાય તેમ છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર સાથે આ અંગે વાતચીત તેમણે જણાવ્યું હતું કે આવા જંકફુડ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનીકારક હોય છે, જે આરોગવાથી વજન વધવાની સમસ્યા સાથે, અનેક પ્રકારની પેટની બીમારીઓ પણ ઉદભવે છે, સાથે જ તેઓએ બાળકોને સિઝનલ ફ્રૂટ કે ગરમ ખોરાક બનાવીને નાસ્તામાં આપવો જોઈએ એવી વાલીઓને અપીલ પણ કરી હતી. 


Jio: મહિને માત્ર 232 રૂપિયાના ખર્ચમાં 336 દિવસ સુધી ડેટા અને કોલિંગનો લાભ