રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના ખોડિયાર નગર પાસે શ્રમિકોને લઇ જતી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની સાથે જ બસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જો કે, બસમાં આગ લાગવાની સાથે જ શ્રમિકો બસની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Smile Please: તમાકૂના બંધાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, પાન પાર્લર ખૂલશે


કોરોના વાયરસને લઇને ગુજરાતભરમાં લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે. લોકડાઉનને લઇને રાજ્યભરમાંથી પરપ્રાંતિઓ પોતાના વતન જવા સરકારને આજીજી કરી રહ્યાં છે. ત્યારે સરકાર દ્વારા તેમને પોતાના વતન મોકલવાની સગવળ પણ કરવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદરાના ખોડીયાર નગર પાસે સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.


આ પણ વાંચો:- સુરત: રેલવે ટિકીટોની કાળાબજારી કરનારની ધરપકડ, 3 હજાર રૂપિયામાં વેચી રહ્યો હતો ટિકીટ


ત્યારે વડોદરા સીટ બસ મારફતે શ્રમિકોને સમાથી સયાજીપુરા લઈ જવામાં આવી રહ્યાં હતો. તે દરમિયાન બસમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બસમાં આગ લાગવાની સાથે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેને લઇને આસપાસના રહિશોમાં પણ ફફળાટ જોવા મળ્યો હતો. જો કે, શ્રમિકો સમયસર બસની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. આ આગ લાગવાના કારણે આખી બસ બળીને ખાખ થઈ ગઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube