40 ઉપર ઉંમર ગઈ તો લાયસન્સ માટે પડશે ડોક્ટરની જરૂર! હવે આઠડો પાડતા વેંત નહીં મળે ડ્રાઈવિંગ લાયસન્સ
SMART DRIVING LICENCE: જૂના લાયસન્સને કેવી રીતે કરશો અપડેટ? જૂના ડ્રાઈવિંગ લાયસન્સને કઈ રીતે કરવું અપડેટ? જાણો સ્માર્ટ લાયસન્સ માટે શું કરવું
Trending Photos
SMART DRIVING LICENCE: જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નો સમય સમાપ્ત થઈ ગયો છે તો તેને રીન્યુ કરાવવા માટે સરકાર 30 દિવસ સુધીનો સમય આપે છે. અને જો તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની રીન્યુ કરવામાં વધારે સમય લગાડો છો તો તમારે ફાઈન ભરવું પડે છે. આજના આ લેખ દ્વારા અમે તમને લાયસન્સ કેવી રીતે રિન્યૂ કરવું તેના વિશે માહિતી આપીશું. અમે તમને કેટલીક પ્રક્રિયા જણાવીશું જેને તમે પૂર્ણ કરી સરળતાથી ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરી શકો છો. 40થી વધુ ઉંમરની વ્યક્તિનું લાયસન્સ રિન્યુ કરવા માટે સરકારે ખાસ નિયમો બનાવ્યા છે તેને ફોલો કરવા આવશ્યક છે.
દરેક વાહનચાલક માટે ડ્રાઈવિંગ લાયસન્સ સૌથી મહત્વનો દસ્તાવેજ છે, લાયસન્સનું કામ RTOથી થાય છે અને ત્યારબાદ તમે રસ્તા પર કાયદાકીય રીતે વાહન ચલાવી શકો છો. આપણામાં મોટાભાગના લોકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે પરંતુ આ લાયસન્સ સામાન્ય હોય છે,હવે જમાનો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સનો છે.સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં માઈક્રોચીપ લાગેલી હોય છે. આ ચીપને સ્કેન કરવાથી સંબંધિત વ્યક્તિની તમામ જાણકારી સામે આવી જાય છે.
સામાન્ય DLને સ્માર્ટ DLમાં બદલવાની ઈચ્છા-
સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા ઉમેરવામાં આવે છે જેમાં ફિંગર પ્રિન્ટ, બ્લડ ગ્રુપ અને રેટિના સ્કેન જેવી જાણકારીઓ સામેલ છે. જો તમે પણ સામાન્ય ડ્રાઈવિંગ લાયસન્સને સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં બદલવા માગો છો તો આ જાણકારીમાં કેટલાક સરળ સ્ટેપ બતાવવામાં આવ્યા છે જેને ફોલો કરવાથી તમે સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકો છો. જણાવી દઈએ કે આ પ્રક્રિયાની શરૂઆત એક આવેદનથી થાય છે અને ત્યારબાદ તમારે પ્રોસેસ ફી જમા કરાવવાની હોય છે. આ પ્રોસેસ ફીની કિંમત 200 રૂપિયા છે.
ફોલો કરો આ 5 સ્ટેપ્સ:
1. સૌથી પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની આધિકારીક વેબસાઈટ પર પહોંચો, અહીં તમને 'ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર સ્માર્ટ કાર્ડ'નો વિકલ્પ મળશે. અહીંથી જ સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ફોર્મને ડાઉનલોડ કરો.
2. ડાઉનલોડ કરેલા ફોર્મને ભરી તેને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અટેચ કરો, આ ફોર્મને RTO કચેરીએ જમા કરાવો.
3. ફોર્મ જમા કરાવ્યા બાદ તમારે 200 રૂપિયા ફી ભરવી પડશે અને અહીંથી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે શિડ્યૂલ બુક કરાવી શકો છો.
4. ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા બાદ તમારે રેટિના સ્કેનિંગ, ફિંગરપ્રિન્ટ અને ફોટોનો બાયોમેટ્રિક આપવો પડશે.
5. આ કામગીરી બાદ તમારે કઈ કરવાની જરૂર નથી, RTO વિભાગ તમારા રજીસ્ટર્ડ સરનામા પર સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ થોડાક દિવસમાં જ પહોંચી જશે.
(નોંધ : જો તમારી ઉંમર 40 વર્ષ કરતાં વધારે છે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ એપ્લિકેશન ફોર્મ 1A ભરીને ડોક્ટર પાસે સર્ટિફાઇડ કરાવવું પડશે. આ એપ્લિકેશન ફોર્મ ને તમે પરિવહન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ થી ડાઉનલોડ કરી શકો છો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે