Smile Please: તમાકૂના બંધાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, પાન પાર્લર ખૂલશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને લોકડાઉન 4ના નવા નિયમો અને છૂટછાટ અંગે મહત્વની બેઠક મળી છે. ત્યારે તમાકૂના બંધાણીઓ માટે ખુશીના સમાચાર છે.
Trending Photos
ગાંધીનગર: નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે રવિવારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને લોકડાઉન 4ના નવા નિયમો અને છૂટછાટ અંગે મહત્વની બેઠક મળી છે. ત્યારે તમાકૂના બંધાણીઓ માટે ખુશીના સમાચાર છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ તમાકુ, પાન, બીડીની દુકાનો ખુલી શકે છે તેવા સંકેત મળ્યા છે. થોડીવારમાં સત્તાવાર જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાન ગલ્લા શરૂ થતાં લોકોની ભીડ એકઠી થવાનો ડર હોવાથી સ્થાનિક અધિકારીઓની ના હોવા છતાં સરકાર પાન-ગલ્લા ખોલવા અંગે વિચારણા કરી રહી છે. વેપારીઓ દ્વારા કાળાબજારી કરી બંધાણીઓને ચાર ગણા ભાવ લઇને ગ્રાહકોના ખિસ્સા ખંખેરવામાં આવે છે. જેથી સરકાર આ અંગે સત્તાવાર જાહેર કરી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી પાનના ગલ્લા ખોલવા દેવા કે ન ખોલવા દેવા તે અંગે ચાલતી ચર્ચાઓ વચ્ચે આજે પાનના ગલ્લા ખોલવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્યમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પાન પાર્લર ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ અંગે આરોગ્ય વિભાગના ચર્ચા બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ સાથે જ જાહેરમાં તમાકુનું સેવન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય કેટલાક નિયમોને આધીન આ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4 સંદર્ભે પ્રથમ ફેજની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. પ્રથમ ફેજમાં 4 મહાનગરોના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નર સાથે બેઠક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જીલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશ્નરો જોડાયા હતા. થોડીવાર બાદ બીજા તબક્કાની બેઠક શરૂ શે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ભાગ લેશે. બીજા તબક્કાની હાઇ પાવર કમિટીની બેઠકમાં લોકડાઉન 4ની ફાઇનલ ગાઇડલાઇન નક્કી થશે.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા છે. આ બેઠકમાં લોકડાઉનના નવા નિયમો બનાવીને આવતીકાલથી ગુજરાતમાં અમલ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે