મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો; ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે
Loksabha Election 2024: ભાજપ નિરસ મતદાનને લઈને થોડી વ્યાકુળ દેખાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 25 બેઠકોમાં 4 બેઠકો પર રસાકસી છે. જ્યારે 7 બેઠકો ભાજપ ગુમાવે એવી શક્યતા છે અને 4 બેઠકો પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહિ પરંતુ ઓછી લીડ આવશે.
Loksabha Election 2024: સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. પરંતુ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનનો રોષ હજુ પણ ક્ષત્રિયોમાં જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ; જાણો 5 વાગ્યા સુધીમાં ક્યા કેટલું મતદાન
ક્ષત્રિયોઓએ રાજ્યના અનેક વિસ્તારોમાં મહાસંમેલનો કરી મતદાન થકી ભાજપને જવાબ આપવા અપીલ કરાઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિયોની સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકાથી વઘુ મતદાન થયું છે.
વાસણ ગામની ફરિયાદમાં મોટો ધડાકો! મતદારે EVMમાં ફેવિકીક લગાડી બટન બંધ કર્યું
7 બેઠક ભાજપ ગુમાવે છે
ચૂંટણી પૂર્ણ થયા બાદ રજપૂત સંકલન સમિતિના આગેવાન કરન્સી ચાવડાએ પ્રેસ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 55 ટકા સરેરાશ મતદાન થયું છે અને 60 ટકા સુધી મતદાન જઈ શકે છે. ભાજપ નિરસ મતદાનને લઈને થોડી વ્યાકુળ દેખાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 25 બેઠકોમાં 4 બેઠકો પર રસાકસી છે. જ્યારે 7 બેઠકો ભાજપ ગુમાવે એવી શક્યતા છે અને 4 બેઠકો પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહિ પરંતુ ઓછી લીડ આવશે.
ગેનીબેન પર સનસનીખેજ આરોપ! યુવકે કહ્યું; અહીંયાથી જીવતો નહી જવા દઈએ મારીને ફેંકી દઈશ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 2019ની ચૂંટણીમાં આવું નહોતું. કામના આધારે મતદાન થયું હોત તો આવું ન થાય. રાજપૂત સમાજની સંસ્થાઓ અને લોકોનો સાથ સહકાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. સાથે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. જ્યારે ક્ષત્રિયોમાં ફાંટા પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.