તુષાર પટેલ, વડોદરા: વડોદરામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. શહેરના સલાટવાડા ખાતે આવેલા રેનબસેરામાં નજીવી બાબતે બે જુથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જૂથ અથડામનના પગલે કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી તોફાનીઓના ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર વિદ્યાર્થીઓની બસ ખીણમાં ખાબકી, મૃત્યઆંક વધીને 10 થયો


પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં બાળકોની રમત રમવાને મામલે બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. વડોદરાના સલાટવાડા ખાતે આવેલા રેનબસેરામાં બાળકો બેડમિન્ટ રમી રહ્યાં હતાં. તે દરમિયાન બેડમિન્ટન રમતા રમતા એક બાળકના માથામાં રેકેટ વાગી ગયું હતું. જેને પગલે બે જૂથ વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો બીચક્યો અને બંને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટનાને લઇ રેન બસેરા વિસ્તારમાં તોફાનીઓએ વાહનોમાં ભારે તોડફોડ પણ કરી હતી.


વધુમાં વાંચો: ભાજપ મહિલા મોરચાની બસને નડ્યો અક્સમાત, 10થી વધુ ઘાયલ


પથ્થરમારાની આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કારોલીબાગ પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઇ હતી અને તોફાનીઓના ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે તાફાનીઓના ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ પથ્થરમારાને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું. રેનબસેરા વિસ્તારમાં વાતાવરણ તંગ બનતા પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...