ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના આટકોટની કે. ડી. પરવાડિયા હોસ્પિટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. જ્યાં હૃદય રોગના વિભાગની કેથલેબ અને નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અનેક પાટીદાર અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સીઆર પાટિલ અને ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતો આનંદો! કપાસ-મગફળી સહિત ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર, જાણો શું છે ભાવ


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નિવેદન...
આટકોટમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત લેવલે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તે નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ દેખાડી છે. ગ્રામ પંચાયત લેવલે આ વિચાર આવવો તે જ મોટી વાત છે. ગામડામાં લાઈટ, રોડ અને પાણીની સુવિધા હોય તો જ આવી હોસ્પિટલ બનાવવાનો વિચાર આવે.


ગુજરાત સરકારે કહ્યું વાવાઝોડા સામે અમે તૈયાર, હવામાન વિભાગે 5 દિવસ માટે શુ કરી આગાહી


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે મેડિકલ કોલેજનું શરૂ કર્યું ત્યારે 1200 બેઠકો હતી. આજે ગુજરાતમાં MBBSમાં 6000 અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 2000 મળી 8000 બેઠકો છે. દર વર્ષે બેઠકોમાં વધારો પણ કરતા જઈએ છીએ.


ફરી અમદાવાદીઓનો ભરોસો તૂટ્યો! ભરોસાની ભાજપ સરકારે કહ્યું; હવે નહિ થાય કર્ણાવતી નામ


ડોકટરોની સંખ્યામાં વધારો
દેશમાં ડોકટરોની સંખ્યા વધારવા માટે સરકારે મેડિકલ કોલેજોની સંખ્યા અને MBBS સીટોની સંખ્યામાં વધારો કર્યો છે. દેશમાં મેડિકલ સીટોની સંખ્યા વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજનાનો સમાવેશ થાય છે.


ખેડૂતો માટે આનંદના સમાચાર: વીજ કનેક્શન આપવા મુદ્દે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય


બેઠકો કેવી રીતે વધી?
MBBS અને PG બેઠકોની સંખ્યા વધારવા માટે રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વર્તમાન મેડિકલ કોલેજોને મજબૂત અને અપગ્રેડ કરવા માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના લાગુ કરવામાં આવી છે. 


આ મંદિરની ચાની પ્રસાદી લેવા દુર દુરથી આવે છે લોકો, દર્શન કરવાથી મટે છે હરસ-ભગંદર