આનંદો! ગુજરાતમાં 5300 નોકરીની તકો ઉભી થશે! જાણો સરકારે કયા સેક્ટરમાં દ્વાર ખોલ્યા? કઈ રીતે મળશે લાભ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ ૪ MoU થયાં. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે. જેમાં 2 હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે
Gujarat Government: ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
સુરતીઓ મર્યા સમજો! જુલાઈ મહિનામાં જ 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા, 18ના મોત
આ ઉપક્રમનાં બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. 1401 કરોડના કુલ રોકાણો સાથે 4 જેટલા MoU બુધવાર, 2 ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. તદ્નુસાર કેમિકલ સેક્ટરમાં કુલ 1401 કરોડ રૂપિયાના રોકાણો માટે 4 ઉદ્યોગગૃહોએ MoU કર્યા હતા. આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે.
ચોમાસાના ભયાનક ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો! હવે આ જિલ્લાઓનો છે વારો, જાણો ઘાતક આગાહી
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા. બુધવારે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 2761 કરોડના રોકાણોના 10 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
સુરતમાં શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના! કેમિકલ ભરેલું ડ્રમ ફાટતાં 4ના કમકમાટીભર્યા મોત
તદ્નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-1800, એન્જિનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડીયા નેમ સાકાર કરતું બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં છે તેના પરિણામે તેઓ પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરવા આકર્ષિત થયા છે.
અમદાવાદીઓ સાવધાન! આ વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન હંકારશો તો 100 ટકા ટાયર ફાટી જશે!
એટલું જ નહિ, રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની પણ પ્રશંસા કરી હતી.
સસ્તા ટામેટા વેચવામાં ફેલ થઇ સરકાર! ફરી આસમાને પહોંચ્યા ભાવ, મધર ડેરી પર ₹259
બુઘવાર 2 ઓગષ્ટે થયેલા MoU અનુસાર સાયખા અને દહેજ GIDC 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-૨માં રૂ.50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂ. 493 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે.
4 ઓગસ્ટે શુક્ર થશે અસ્ત અને ખુલી જશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, મળશે ધન અને પદ
હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂ. 300 કરોડના રોકાણો સાથે દહેજ-1માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્ડીયા પ્રા. લિમીટેડ દહેજ-૩માં રૂ.108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્ડ પિગ્મેન્ટ ઈન્ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાના છે.
ગુરૂવારે કરશો નહી આટલા કામ, નહીંતર થઇ જશો કંગાળ, સમસ્યાઓનું નહી આવે સમાધાન