સુરતીઓ મર્યા સમજો! જુલાઈ મહિનામાં જ 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા, 18 લોકોના મોત

Surat News: સુરતમાં રોગચાળો થમવાનું નામ લઈ રહ્યો નથી, જેના કારણે ગત જુલાઈ મહિનામાં 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા છે. જેમાં બાળકો સહિત 18 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

સુરતીઓ મર્યા સમજો! જુલાઈ મહિનામાં જ 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા, 18 લોકોના મોત

પ્રશાંત ઢીવરે-સુરત: કેટલાક દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ,મલેરિયા જેવા કેસો થમવાનું નામ નહીં લઈ રહ્યું છે. ત્યારે મૂતકોના આંકડાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. 17 લોકોના મોત બાદ આજે શહેરમાં વધુ એક યુવકોનું મચ્છરજન્ય રોગોના કારણે મોત નિપજ્યું છે. છેલ્લા જુલાઈ મહિનામાં 800થી જ વધુ મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગોના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ચોમાસા એ વિરામ લીધા બાદ પણ રોગચાળો થામવાનો નામ નહીં લેતું હોય તે રીતના એક બાદ એક ઝાડા- ઉલટી મલેરિયાના કેસો સતત સામે આવી રહ્યા છે. મોતના આંકડાઓમાં પણ વધારો નોંધાવી રહ્યો છે. જ્યારે સુરતના સલાબતપુરામાં બે દિવસ ઉલટી આવ્યા બાદ મોત નીપજ્યું છે. ગત રોજ તાવમાં સપડાયેલા મગદલ્લાના યુવક અને પાલની શ્રમજીવી મહિલાનું મોત નીપજ્યું હતું. 

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગરમાં 39 વર્ષીય વિશાલ સુરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો વિશાલ તાવ અને ઉલટી આવતા હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ત્યારે બે દિવસ ઉલટી થયા બાદ વધુ તબિયત લથડતા તાત્કાલિક વધુ સારવાર અર્થ પરિવારના લોકોના સભ્યો સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ વિશાલ પટેલને મૃતક જાહેર કરતા પરિવાર શોકમાં ગર્ભાવ થઈ ગયો હતો.

જુલાઈ મહિનામાં રોગચાળા ના આંકડા

આ તો સિવિલ હોસ્પિટલના વિભાગ ના આંકડા છે.સ્મીમેર અને ખાનગી હોસ્પિટલ અને કલીનીકો માં આ સંખ્યા વધુ છે.સુરત શહેરમાં પાંડેસરા, ડીંડોલી, ઉધના, આભવા, ઉન સહિતના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ઝાડા-ઉલટીમાં છેલ્લા એક મહિનામાં 9 બાળકો સહિત 18 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચોમાસાના આગમન બાદ શહેરમાં વકરી રહેલા રોગચાળાની પરિસ્થિતિ જોતા પાલિકાના આરોગ્ય વિભાગ કામગીરી કરી રહી છે. જોકે, સ્થિતિ કાબૂમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news