અમદાવાદીઓ સાવધાન! આ વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન હંકારશો તો 100 ટકા ટાયર ફાટી જશે!

અમદાવાદીઓ ચેતી જજો. હવે જો તમે રોંગ સાઈડમાં તમારું વાહન હંકારશો તો તમારા વાહનનાં ટાયર ફાટી જશે. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ AMC અને ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. જી હા...રોંગ સાઈડ ઘુસી જતા અમદાવાદીઓ ચેતી જજો. નહીંતર તમારા વાહનના ટાયર ફાટી જશે. 

1/4
image

AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નજીક રોંગ સાઈડ જતા વાહનોને રોકવા લગાવાય ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોન્ગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે. હાલ પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક તરફના બન્ને સર્વિસ રોડ પર અમલવારી કરવામાં આવી છે.

2/4
image

આગામી દિવસોમાં કારગિલ , ઇસ્કોન , શાસ્ત્રીનગર , જ્જીસ બંગ્લો એરિયામાં પણ કડક અમલ થશે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદીઓ સાવધાન! AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની કરી શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર ફાટી જશે.  

3/4
image

4/4
image