મોરબીમાં મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી માટે સમગ્ર જિલ્લાને આહ્વાન કર્યું, જમીન અને લોકોનાં સ્વાસ્થય સુધરશે
બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથા ચાલી રહી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ધરતી અને ગાય બંનેને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. જો પ્રાકૃતિક ખેતી આપવામાં આવશે તો લોકોના આરોગ્યમાં પણ ઘણો સુધારો થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
મોરબી : બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથા ચાલી રહી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ધરતી અને ગાય બંનેને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. જો પ્રાકૃતિક ખેતી આપવામાં આવશે તો લોકોના આરોગ્યમાં પણ ઘણો સુધારો થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ભગવાને અધિકારી બનાવ્યા પણ સંતોષ નથી, 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિધામ ખાતે ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮ થી આ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો લાભ લેવા માટે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. દરમિયાન આજે તા. ૧૧ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાસ વિજયવર્ગીય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઇ ચાવડા સહિતના રામકથામાં હાજર રહ્યા હતા. તેઓએ ગુજરાતની અંદર બનાવવામાં આવેલ પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિ તેમજ ખોખરા હનુમાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
વલસાડના આંતરિયાળ જિલ્લામાં સરકારી તંત્રનું રેઢીયાળ કામકાજ, ડોક્ટર્સ પણ ગેરહાજર રહે છે
આ તકે લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કેશવાનંદ બાપુના પાવન પગની રજ જ્યાં પડેલી છે તે તીર્થભૂમિમાં આવીને તેઓએ ધન્યતા અનુભવી છે અને દરેક વ્યક્તિની અંદર તેમજ કણે કણમાં રામ વસેલા છે તેને જન જન સુધી પહોંચાડવાનું કામ સંતો મહંતો કરી રહ્યા છે અને હાલમાં ગૌમહિમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં ગાયને બચાવવા માટે જ સરકારે પ્રકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે. ગાયની સાથોસાથ ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. પ્રકૃતિક ખેતી કરવામાં આવે તો લોકોના આરોગ્યમાં પણ તેની ખૂબ સારી અસર જોવા મળશે.
GUJARAT CORONA UPDATE: નવા 35 કેસ, 16 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
કથાકાર કનકેશ્વરી માતાજીએ કથા દરમ્યાન કહ્યું હતું કે, જો ભારત દેશની અંદર ગાય ન હોત તો આ ભારતીય સંસ્કૃતિના ગ્રંથો અને પુરાણો ન હોત. આટલું જ નહીં રામ કૃષ્ણ સહિતના અવતારો જે થઈ ગયા છે તેના પ્રાગટ્યમાં પણ ગાય છે. જો ગાય દેશની અંદર પ્રસન્ન હશે તો દેશ પ્રસન્ન રહેશે અને ગાય સમ્રુદ્ધ હશે તો દેશ સમ્રુદ્ધ રહેશે. ગાયોની હત્યા કરનારના હાડકાં ખોખરા કરવાનું કામ ખોખરા હનુમાન કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube