ભગવાને અધિકારી બનાવ્યા પણ સંતોષ નથી, 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

કામરેજ ખાતે યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનું કહી રૂ 15 હજારની લાંચ માગનાર સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 કર્મચારીઓ સહિત 3 ને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જો કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ક્લાસ 2 અધિકારી છે. અધિકારી લાંચ લેતા ન માત્ર સંબંધિત વિભાગમાં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ચકચાર મચી ગઇ છે. 
ભગવાને અધિકારી બનાવ્યા પણ સંતોષ નથી, 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સુરત : કામરેજ ખાતે યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનું કહી રૂ 15 હજારની લાંચ માગનાર સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 કર્મચારીઓ સહિત 3 ને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જો કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ક્લાસ 2 અધિકારી છે. અધિકારી લાંચ લેતા ન માત્ર સંબંધિત વિભાગમાં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ચકચાર મચી ગઇ છે. 

કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરતા એક વ્યક્તિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી. ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ આરોપી આશિષ રણવીરસિંહ ગેહલાવત અને જસ્ટીન કાંતિલાલ માસ્ટર વેરીફીકેશન માટે ગયા હતાં. દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માગ્યા હતા. વેપારીએ ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવ્યું નથી. આ ઉપરાંત ધંધો કરે છે તે અંગે રજુ કરેલ પુરાવાને ધ્યાને લઇને અત્યાર સુધી રૂપિયા ૩૮,૦૦,૦૦૦/-નો ધંધો કર્યો છે. જો કે ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી જેના કારણે ધંધો શંકાસ્પદ હોવાનું કહી પેનલ્ટીની વાત કરી હતી. 

પહેલા રૂપિયા વીસ હજાર લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ, સુરત શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર આવેલ વેપારીના ભાઇના CA ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા બન્ને તે વખતે રકઝકના અંતે ફરીયાદી પાસે છેલ્લે રૂપિયા પંદર હજાર લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ આપતા પહેલા વેપારીએ એન્ટીકરપ્શનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. એસીબીની ટીમ દ્વારા સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાંથી બંન્ને કર્મચારી અને વચેટીયાને રૂ 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news