બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે મધ્ય પ્રદેશી સરકારને જવાબ આપતા કહ્યું કે, સરદાર સરોવર ડેમ ભરવો અમારો અધિકાર છે. 


નર્મદા ડેમની સપાટી 138 મીટર ક્રોસ કરવાની તૈયારીમાં છે, ત્યાં મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમની 138.60 હાઈએસ્ટ કેપિસેટી છે. હાલ સપાટી 137 પર પહોંચી છે. બીજી તરફ, ખુદ મધ્ય પ્રદેશ આટલુ પાણી છોડી રહ્યું છે. અમે તેને નહિ રોકીશુ તો આગળ ભરૂચના ગામોમાં અસર થશે. અને અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જશે. એક તરફ નર્મદામાં મધ્યપ્રદેશ આટલુ પાણી છોડી રહ્યું છે, 10 લાખ ક્યુસેક છોડી રહ્યાં છીએ તેમ છતાં સપાટી વધી રહી છે. આ પાણીને નહિ રોકીશું તો નીચાણવાળા ગામોમાં નુકશાન થશે.


13 વર્ષની બાળકી ખાડીમાં નાહી રહી હતી, અચાનક પાણી વધ્યું અને...


નર્મદા મુદ્દે સીએમએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નર્મદા બંધ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા જ મંજૂરી આપવામાં આવી છે એ જાણીને મને ખૂબ હેરાનગતિ થાય છે. નર્મદા મામલે હંમેશા કોંગ્રેસ રોડા નાંખવાનું કામ કરે છે.’


નર્મદા ડેમ 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર દોઢ મીટર બાકી, હાલ 23 દરવાજા ખુલ્લા


ઉલ્લેખનીય છે કે, આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :