નર્મદા ડેમ 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર દોઢ મીટર બાકી, હાલ 23 દરવાજા ખુલ્લા

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.
નર્મદા ડેમ 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર દોઢ મીટર બાકી, હાલ 23 દરવાજા ખુલ્લા

જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

138.68 મીટર સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી
નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની સપાટી 137.43 મીટર નોંધાઇ છે. નર્મદા ડેમમાં 9 લાખ 23 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે અને 8.16 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે. આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ 48 કલાકમાં 30 સેમી ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે.

ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર
તો બીજી તરફ, નર્મદા ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીને કારણે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 31.25 ફૂટે પહોંચી ગઈ છે. હાલ ભરૂચ ખાતે નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 7 ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે ભરૂચનું તંત્ર એલર્ટ મોડ પર છે. કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે. સાવચેતીના કારણોસર નર્મદાના કાંઠાના વિસ્તારમાંથી 3900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news