ગાંધીનગર: ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં વાયુ વાવાઝોડું ફંટાયા બાદની સ્થિતિને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ જે.એન.સિંહ સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા. ત્યારે સીએમ રૂપાણીએ વાયુ આફતને લઇને જે 2.75 લાખ લોકોનું સ્થાળાતંર કરવામાં આવ્યું હતું તેમને સહાય આપવાની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર


[[{"fid":"220158","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વાવાઝોડું ફંટાયા બાદ CM રૂપાણીની અધ્યક્ષસ્થાને હાઈ પાવર કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ જે એન સિંઘ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત તમામ વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા. તેમજ એસટી, કૃષિ, બંદરો, વાહન વ્યવહાર, માર્ગ મકાન, ફોરેસ્ટ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ હતું કે, સરકારે નિર્ણય કર્યો છે કે, હવે આપણે આફતમાંથી મુક્ત થઇ ગયા છીએ. વાયુ વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. આવતીકાલ સુધીમાં બધા જ તંત્ર રાબેતા મુજબ શરૂ થઇ જશે. ભગવાનનાં આશીર્વાદથી બધું બરાબર છે.'


અમદાવાદ RTOની મેગા ડ્રાઇવ: સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરનાર સામે કાર્યવાહી


સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પરનો ખતરો પૂર્ણ થયો છે. તેથી જે અધિકારીઓને અહીંથી મોકલ્યા હતા અને જે મંત્રીઓ ત્યાં ગયા હતા તેમને બપોર પછી પાછા બોલાવી લેવામાં આશે. વાયુ આફતને કારણે જે લોકોનું સ્થળાતંર કર્યું હતું. તે 2.75 લાખ લોકોને તેમના ઘરે જવાની છૂટ આપવામાં આવશે. સાથે સાથે ઍડલ્ટ્સને દિવસના 60 રૂપિયા અને બાળકોને 45 રૂપિયા લેખે તેમને ત્રણ દિવસ સુધી કેસ ડોલ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે તેમજ અત્યારે સુધીમાં 2 હજાર ગામોની ફરિયાદ GEBEને આવી હતી. જેમાંથી 144 ગામમાં નાની મોટી સમસ્યાઓ છે. જે આજ સાંજ સુધીમાં દુર થઇ જશે. તેમજ વાયુ વાવાઝોડાની અસર ઓછી થતાં હવે ST અને હવાઈ સેવા શરૂ કરાઇ, તો  આવતીકાલથી સ્કૂલ-કોલેજો પણ શરૂ થઈ જશે.


વધુમાં વાંચો:- વાવાઝોડાની અસર: જાફરાબાદ બંદરમાં પાણીના મોજાઓથી ‘આકેર’ નામનું જહાજ ડૂબ્યું


ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કુદરતી આફત હતી જે કુદરતનાં આશીર્વાદથી ટળી ગઇ છે. એટલે હું મારા અધિકારીઓ સાથે આજે ભગવાનનાં દર્શને જવાનો છું. આ ઉપરાંત મહત્વની વાત કરતાં તેમણે જણાવ્યું કે, વાયુથી ભારે વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેમના ખેતરોનો અમે સર્વે કરાવીને નુકશાનનો અંદાજો કઢાવીશું પછી આગળની કાયદાકીય કાર્યવાહી કરીશું.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...