અમદાવાદ RTOની મેગા ડ્રાઇવ: સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરનાર સામે કાર્યવાહી

બાળકોની સલામતીને ધ્યાને લઇને અમદાવાદ આરટીઓ હવે હરકતમાં આવી છે. મેગા ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરી પશ્ચિમ વિસ્તારની સ્કૂલ બસ અને સ્કૂલ વાહનમાં ચેકિગ હાથ ધરાયુ છે. જેમાં આરટીઓ દ્ધારા ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સયોરન્સના ડોક્યમેન્ટ્સ સહિત તમામ બાબતોને લઇને સ્કૂલ વાન અને સ્કૂલ બસ પર આકરી કાર્યવાહી કરી છે

અમદાવાદ RTOની મેગા ડ્રાઇવ: સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરનાર સામે કાર્યવાહી

ઉદય રંજન, અમદાવાદ: બાળકોની સલામતીને ધ્યાને લઇને અમદાવાદ આરટીઓ હવે હરકતમાં આવી છે. મેગા ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરી પશ્ચિમ વિસ્તારની સ્કૂલ બસ અને સ્કૂલ વાહનમાં ચેકિગ હાથ ધરાયુ છે. જેમાં આરટીઓ દ્ધારા ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સયોરન્સના ડોક્યમેન્ટ્સ સહિત તમામ બાબતોને લઇને સ્કૂલ વાન અને સ્કૂલ બસ પર આકરી કાર્યવાહી કરી છે. જેમાં 50 ટકા સ્કુલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકોએ આરટીઓના નિયમનુ પાલન કરતા નથી તેવું ફલિત થયું છે.

અમદાવાદ આરટીઓ દ્વારા સતત મેગા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. જેમાં હજી પણ સ્કૂલ વાનમાં માસૂમ બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે. જો કે સ્કૂલ વાન અને સ્કૂલ બસ માટે ફીટનેસ સર્ટિફિકેટથી લઇને ઇન્સયોરન્સ સહિતની તમામ બાબતોની તપાસ કરવામાં આવી હતી. પરતુ મોટાભાગના સ્કૂલ વાન અને સ્કૂલ બસ આરટીઓના નિયમોનુ પાલન ન કરતા નજરે જોવા મળ્યા હતા. એટલુ જ નહી આરટીઓના નિયમ મુજબ સ્કૂલ વાનમાં ટેક્સી પાર્સિગ ઉપયોગ કરવામાં આવે છે. પરતુ અમદાવાદની ઘણી સ્કૂલ વાન પ્રાઇવેટ વાનમાં ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ સ્કૂલ વાન અને સ્કૂલ બસ ચાલક સીટ બેલ્ટ ન બાંધી ગાડી હંકારતા હતા. જેની સામે પણ દંડ ફટકારવામાં આવ્યો.

શહેરની જાણીતી સ્કૂલોમાં આ ચેકીંગ કરાયું. અનેક સ્કૂલોની આસપાસ ચેકીંગ કરાયું. અનેક સ્કૂલ બસો ડિટેઇન કરવામાં આવી અને અનેક ડ્રાઈવરોની સ્થળ પર મેમો આપવામાં આવ્યો. સ્કૂલ બસ અને સ્કૂલ વાન ચાલકો આરટીઓના નિયમને નેવે મુકીને સેફ્ટી વગર ચલાવી રહ્યા છે તેવું આ ડ્રાઈવમાં ફલિત થયુ છે. ત્યારે આરટીઓ અધિકારી સ્કૂલ વાન અને સ્કૂલ બસને ચેતવણી આપી છે કે હાલ દંડ ફટાકરવામાં આવે છે પરંતુ આવનાર દિવસમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આરટીઓની સપ્રાઇઝ ચેકીંગ દરમિયાન એવા પણ વાહનો મળી આવ્યા જે વાહનમાં ગેસ કીટ ફિટ કરેલી હોય અને તેના પર બાળકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય જે નિયમની વિરુદ્ધ હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરટીઓના અધિકારીઓએ માત્ર સ્કૂલ વાહનોને જ દંડ આપી સંતોષ ન માન્યો હતો અને સ્કૂલ સંચાલકોને પણ સૂચન કરવામાં આવ્યું હતું.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news