‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

અમદાવાદ: ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. જો કે વાયુ વાવાઝોડાની દિશા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ગીરની હિરણ નદીમાં પુર આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં સૌથી વધું પોરબંદરમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે.

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી દુર થયું. ત્યારે આ વાવાઝોડું દીવથી 220 કિલોમીટર પશ્ચિમ બાજુએ, વેરાવળથી 160 કિલોમીટર પશ્ચિમ બાજુએ આગળ વધી રહ્યું છે. જ્યારે પોરબંદરથી દક્ષીણ-પશ્ચિમ 125 કિલોમીટર દુર થયું છે. ઉત્તર પશ્ચિમ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. દેવભુમિ દ્વારકામાં વિજળી પડવાથી એક પશુનું મોત થયું છે. આ ઉપરાંત રાજ્યમાં સૌથી વધું પોરબંદરમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. આ ઉાપરાંત ગીર સોમનાથમાં 27, દેવભુમિ દ્વારકામાં 30થી 35, જુનાગઢમાં 39, જામનગરમાં 43, મોરબીમાં 30થી 35, કચ્છમાં 25થી 35, ભાવનગરમાં 40, અમરેલીમાં 34, અને રાજકોટમાં 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ત્યારે આગામી 48 કલાક સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધું ગીર સોમનાથમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ગીરની હિરણ નદીમાં પુર આવ્યા છે. ગતરાત્રિએ તાલાલા અને સૂત્રાપાડામાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે વેરાવળમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દૂકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા છે. તો બીજી તરફ દીવ, ઉના અને ગિરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાવોય છે.

રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજપુરવઠો ખોરવાયો છે. માત્ર 10 મિનિટ વરસાદને કારણે આ વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. ત્યારે અમરેલી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો હતો. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી શહેરમાં 30 મિમી, બાબરામાં 12 મિમી, બગસરામાં 10 મિમી, ધારીમાં 21 મિમી, જાફરાબાદમાં 46 મિમી, ખાંભામાં 35 મિમી, લાઠીમાં 30 મિમી, લીલીયામાં 22 મિમી, રાજુલામાં 44 મિમી, સાવરકુંડલામાં 29 મિમી અને વડીયામાં 25 મિમી વરસાદ પડ્યો છે. 

જ્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 393 મિમી વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલ અને આજે વહેલી સવારથી ગઢડામાં વરસાદ શરૂ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં બોટાદમાં 14 મિમી, ગઢડામાં 48 મિમી, બરવાળામાં 19 મિમી અને રાણપુરમાં 23 મિમી વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 26 મિમી, ધ્રોલમાં 10 મિમી, જોડીયામાં 6 મિમી, કાલાવાડમાં 10 મિમી, લાલપુર 1 મિમી, જામજોધપુરમાં 17 મિમી વરસાદ નોંધાયો છે.

દ્વારકામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલે મોડી રાત્રીના વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે અત્યારે પણ છુટા છવાયો વરસાદ પડવાથી સમગ્ર વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ છે. રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 48 કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની પરિસ્થિતીનુ સ્ટેટ ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જયાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહી ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news