ઝી મીડિયા બ્યૂરો: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) કોરોના વેક્સીન અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Case) ખુબજ વધી રહ્યા છે. સમગ્ર ભારતમાં દરેક રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જોગાનું જોગ વેક્સીનનું (Corona Vaccine) સસ્ત્ર આપણાં હાથમાં આવી ગયું છે. ઝડપથી લોકો વેક્સીન પ્રાપ્ત કરે અને પોતાના શરીરમાં એન્ટી બોડી (Anty Bodies) ડેવલપ કરે. કોરોનાને મ્હાત આપે. આજ આપણા માટે શ્રેષ્ટ રસ્તો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલ 1 એપ્રિલ 2021 થી 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન (Corona Vaccine) આપવાની શરૂઆત કરી રહ્યાં છીએ. મને બરાબર યાદ છે કે, એક વર્ષ પહેલા રાજકોટમાં કોરોનાનો કેસ (Rajkot Corona Case) આવ્યો હતો. લગભગ 18 માર્ચ 2020 ના રોજ કેસ નોંધાયો હતો. ત્યારથી જ રાજ્ય સરકાર કોરોના સામે લડવા સતત સક્રિય રહી છે અને સજ્જ બનીને આ કોરોનાને મ્હાત કરવા આપણે સૌ સામુહિક પ્રયત્ન કરી રહ્યા છીએ.


આ પણ વાંચો:- વિદ્યાર્થીઓના ભાવિ સાથે સરકારની રમત : GPSC પરીક્ષાની તારીખ બદલી, પણ ચૂંટણીઓ તો થશે જ!!!


શરૂઆતમાં કોરોના એક નવો રોગ હતો. કઈ દવા, કઇ ટ્રિટમેન્ટ, શું વ્યવસ્થા કરવી પડશે. આ કલ્પના પણ ન હતી. મને બરાબર યાદ છે કે, અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલના નિર્ણયની જેહારાત કરી હતી ત્યારે લોકોએ કહ્યું હતું કે, 1200 બેડ જોઈશે. ત્યારે મેં એમ પણ કહ્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરું છું કે એક પણ બેડ ભરાય નહીં. પરંતુ જો મહામારીનો વ્યાપ વધે તો તેની ભવિષ્યની તૈયારી એટલા માટે આ 12 બેડની જાહેરાત કરી હતી.


આપણે તમામ મહાનગરોમાં પણ મોટી મોટી હોસ્પિટલો બનાવી. ખાનગી હોસ્પિટલોને પણ આ કાર્યમાં જોડી. ગુજરાત સરકારે દવાઓ, વેન્ટિલેટર, ધનવંત્રી રથ, ટેસ્ટિંગની વ્યવસ્થા, 104 સંજીવની રથ, લોકોને તરત વ્યવસ્થા અને લોકોને માર્ગ દર્શન મળે. લોકોને તરત ટ્રિટમેન્ટ મળે. પોતાના ઘર આંગણે ટેસ્ટિંગની વ્યવસ્થા મળે તેની વ્યાપક વ્યવસ્થાઓ કરી અને અત્યારસુધીના અલગ અલગ મહિનાઓમાં આવેલા સંક્રમણને આપણે ખાડી શક્યા છીએ.


આ પણ વાંચો:- જાતિ સર્ટિફિકેટ મામલે રાજકારણ ગરમાયું, ભાજપ ઉમેદવાર પર ઉઠ્યા સવાલ


પીએમ મોદીની દ્રઢ ઇચ્છા શક્તિ અને આપણા વૈજ્ઞાનિકોના પરિશ્રમથી આપણી પાસે કોરોના સામે લડવા માટે બે સ્વદેશી વેક્સીન કોવિશિલ્ડ અને કોવેક્સીન ઉપલ્બધ છે. આત્મનિર્ભર અભિયાન અંતર્ગત નિર્માણ થયેલી બંને વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અને વિશ્વના અસંખ્ય દેશો ભારતમાં બનેલી આપણી વેક્સીનનો ઉપયોગ કરી રહ્યા છે.


ભારતમાં લગભગ 6 કોરોડ લોકોએ વેક્સીન લીધી છે અને ગુજરાતમાં 6 હજાર વેક્સીન કેન્દ્રો પર 1 લાખ 50 હજારથી વધુ આરોગ્ય કર્મચારી, સરકારી કર્મચારી અને સ્વયંસેવકો દ્વારા વેક્સીનેશનનું કાર્ય આપણે સફળતા પૂર્વક કરી રહ્યા છીએ. 31 માર્ચ સુધીમાં ગુજરાતમાં ટોટલ લગભગ 55 લાખ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આપણે ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર, 60 વર્ષથી ઉપરના લોકો, 45 વર્ષથી ઉપરના અન્ય રોગ ધરાવતા લોકોને વેક્સીન આપી છે. સફળતા પૂર્વક આપી છે.


આ પણ વાંચો:- કોરોનાએ સ્કૂલ વર્ધીના ચાલકોને કર્યા બેરોજગાર, સીએમ રૂપાણીને પત્ર લખી કરી આ માંગ


ગુજરાતમાં વેક્સીનની ઉત્તમ વ્યવસ્થાઓને કારણે ગુજરાત વેક્સીનેશનમાં આજે અગ્રમિ સ્થાન ધરાવે છે. આવતીકાલથી શરૂ થતાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન ગુજરાત સરકાર આપવાની છે. વ્યવસ્થા સુપેરે બનાવી છે. આ સાથે કોરોના સંક્રમણ વચ્ચે સીએમ રૂપાણીએ જન અભિયાનના સ્વરૂપમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube