Corona એ સ્કૂલ વર્ધીના ચાલકોને કર્યા બેરોજગાર, સીએમ રૂપાણીને પત્ર લખી કરી આ માંગ
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોશિયેશને (Ahmedabad School Vardhi Association) સીએમ વિજય રૂપાણી (CM Rupani) અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને (Bhupendrasinh Chudasama) પત્ર લખ્યો છે
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ સ્કૂલ વર્ધી એસોશિયેશને (Ahmedabad School Vardhi Association) સીએમ વિજય રૂપાણી (CM Rupani) અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને (Bhupendrasinh Chudasama) પત્ર લખ્યો છે. જેમાં સ્કૂલ વર્ધીના વાહનચાલકો (School Vardhi Driver) માટે અલગથી બજેટ ફાળવવા માગ કરી છે. અમદાવાદ શહેરમાં 15,000 તેમજ રાજ્યભરમાં 80,000 વાહનો સ્કૂલ વર્ધીમાં ચાલે છે.
કોરોનાને (Corona) કારણે છેલ્લા 1 વર્ષથી આવક બંધ થઈ હોવાથી આર્થિક સ્થિતિ કથળી હોવા અંગે રજુઆત કરી હતી. ઘરનું ગુજરાન, વાહનોના હપ્તા, ઘરના હપ્તા કેવી રીતે ભરવાએ પ્રશ્ન પેદા થયો છે. કેટલાકે પોતાના વાહનો વેચી દીધા તો કેટલાકે ફાયનાન્સ કંપનીમાં (Finance Company) જમા કરાવી દીધા છે. હાલ બજેટ સત્ર ચાલતું હોઈ, દરેક ક્ષેત્રમાં બજેટ (Budget) ફાળવવામાં આવી રહ્યું છે, એવામાં અમારો વ્યવસાય પણ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છે. બેરોજગાર થયેલા સ્કૂલ વર્ધી ચાલકોને (School Vardhi Driver) વ્યવસાય માટે અલગથી બજેટ ફાળવવા માગ કરી હતી. આત્મનિર્ભર યોજના અંતર્ગત કઈ બેન્ક લોન આપે છે તેની માહિતી આપવા માગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે