હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના (Farmer) લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 (Agricultural Diversification Scheme-2021) નો ગાંધીનગરથી (Gandhinagar) વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના અંબાજીથી (Ambaji) ઉમરગામ (Umargam) સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના 14 આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર જેટલા વનબંધુ ખેડૂતોને (Farmer) રૂ. 31 કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ (Fertilizer-Seeds) ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે. રાજ્ય સરકારે (Gujarat Government) પાછલા એક દશક એટલે કે  10 વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના (Agricultural Diversification Scheme) અન્વયે કુલ 10 લાખ વનબંધુ ખેડૂતોને રૂ. 250 કરોડની સહાય આપી છે.


આ પણ વાંચો:- ગુજરાતના 125 તાલુકામાં વરસાદ, બનાસકાંઠા અને ભાવનગરના 7 રસ્તા થયા બંધ


આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતો પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળે અને આર્થિક સમૃદ્ધિ મેળવે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને સંબોધન કર્યું હતું.


આ પણ વાંચો:- પાટણમાં આવ્યા નવા નીર, ઉપરવાસમાં ભારે વરસાદ બાદ જિલ્લામાં સર્જાયા આહલાદક દ્રશ્યો


તેમણે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકો તેમજ ખેડૂતોના પરિવારોના શિક્ષણ આરોગ્ય રોજગારી સહિતના સર્વગ્રાહી વિકાસ ને નવી દિશા મળી છે તેવો મત પણ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના આદિજાતી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તે દ્વારા પણ સારું ખેત ઉત્પાદન મેળવે તેવી નેમ રાખી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- લવ જેહાદ કેસ: પીડિતાને ગર્ભવતી બનાવી અબોર્શન પણ કરાવ્યું, હોસ્પિટલમાંથી મળ્યા પુરાવા


રાજ્યના આદિજાતી ખેડૂતો તેમને મળનારી સહાય લાભથી આ વર્ષે વધુ ખેત પેદાશો ઉત્પાદન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. કૃષિ વૈવિધ્યકરણ યોજનાના શુભારંભ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા તેમજ  આદિજાતિ વિકાસ વિભાગના  વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube