સત્યમ હંસોરા/રાજકોટ :કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે રાજકોટ પહોંચ્યા છે. પાંચ મહિના બાદ સીએમ રૂપાણી રાજકોટ (Rajkot) પધાર્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોનાની સમીક્ષા બેઠક શરૂ થઈ છે. વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં છે. મુખ્યમંત્રી જિલ્લાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસો (Corona virus) અને મૃત્યુઆંક ચિંતાજનક છે. 


ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીની મુલાકાત પહેલા 9 દર્દીના મોત
મુખ્યમંત્રી આગમન પહેલા જ રાજકોટની અંદર 9 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ચાર અને ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજ્યાં છે. જેના બાદ મોરબી અને વઢવાણના દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. સવારે સાત વાગ્યા બાદ વધુ બે દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. આમ, મુખ્યમંત્રીના આગમન પહેલા 9 દર્દીના કોરાનાથી મોત નિપજ્યાં છે. રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ આંકડો અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. 


કોરોના મહામારી વચ્ચે રાજકોટ પોલીસે વધુ બે મુન્નાભાઈ MBBSને ઝડપ્યા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર