• ​મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) આજથી બે દિવસ પોતાના વતન રાજકોટમાં રહેશે. તેઓ દિવાળી (diwali) ના પર્વની ઉજવણી પોતાના વતનમાં કરશે

  • વર્ષમાં માત્ર એક વાર દિવાળીના પાંચ દિવસના પર્વમાં માં ભદ્રકાળી લક્ષ્મીજીના સ્વરૂપમાં જોવા મળે છે. આ દિવસે માં કમળ પર બિરાજમાન થાય છે


ઝી મીડિયા/બ્યૂરો :આજે દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. વેપારીઓએ ચોપડા પૂજનથી દિવસની શરૂઆત કરી છે. તો મંદિરોમાં પણ લોકો દેવદર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતના દરેક શહેરમાં રોશની (Happy Diwali) ના પર્વનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) આજથી બે દિવસ પોતાના વતન રાજકોટમાં રહેશે. તેઓ દિવાળી (diwali) ના પર્વની ઉજવણી પોતાના વતનમાં કરશે. તેઓ આજે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ પર આવેલ પોતાની દુકાને ચોપડા પૂજન કરશે. તો સાંજના સમયે તેઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરશે. તેઓ આવતીકાલ બપોર સુધી રાજકોટમાં રહે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. 


આ પણ વાંચો : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવી ગયું, અને...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારીઓએ ઓનલાઈન ચોપડા પૂજન કર્યું 
દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરાઈ રહી છે. ગુજરાતીઓ પણ દિવાળીના પર્વ પર વેપારીઓ ચોપડા પૂજન કરી રહ્યા છે. જોકે દર વર્ષે જાહેરમાં થતા ચોપડા પૂજન પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના મહામારીને કારણે મોટાભાગના મંદિરોમાં ચોપડા પૂજન મોકૂફ રખાયા છે. જોકે માત્ર ગણતરીના લોકો સાથે કેટલાક મંદિરોમાં ઓનલાઇન ચોપડા પૂજન કરાઈ રહ્યું છે. કોરોના મહામારીને કારણે વેપારીઓ ઓનલાઈન ચોપડા પૂજન અપનાવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત સહિત જુદા જુદા જિલ્લાઓ અને વિદેશથી પણ વેપારીઓ ઓનલાઇન ચોપડા પૂજનમાં જોડાયા છે. મોબાઈલના માધ્યમથી ચોપડા પૂજન વેપારીને સરળતાથી કરાવવામાં આવ્યું છે. 


[[{"fid":"291967","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"diwali_pooja_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"diwali_pooja_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"diwali_pooja_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"diwali_pooja_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"diwali_pooja_zee2.jpg","title":"diwali_pooja_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પણ વાંચો : કુમકુમ મંદિરમાં દિવાળીનું ચોપડાપૂજન : ભગવાનને સંભારીને હિસાબ લખીએ તો આર્થિક રીતે સુખી થવાય છે


દિવાળીએ નગરદેવી લક્ષ્મીજીના સ્વરૂપમાં જોવા મળ્યાં 
આજે દિવાળીના દિવસે લોકો સવારથી જ અમદાવાદના નગરદેવીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભદ્રકાળી મંદિરમાં લોકો લાઈનમાં ઉભા રહી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આજે માં ભદ્રકાળીને વિશેષ શણગાર સજાવવામાં આવ્યો છે. નવા વર્ષના દિવસે પણ લોકોની ભીડ ન થાય તે રીતે વ્યવસ્થા ગોઠવાઈ છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન સતત કરવામાં આવી રહ્યું છે. વર્ષમાં માત્ર એક વાર દિવાળીના પાંચ દિવસના પર્વમાં માં ભદ્રકાળી લક્ષ્મીજીના સ્વરૂપમાં જોવા મળે છે. આ દિવસે માં કમળ પર બિરાજમાન થાય છે અને ચારભૂજાના માં ભદ્રકાળીના દર્શન કરવા માટે ભક્તો સવારથી જ ઉમટી પડ્યા છે. નવા વર્ષની બે દિવસ સુધી લોકો ઉજવણી કરવાના છે. તેથી બે દિવસ ભીડ વેચાઈ જશે. 


મહુડી પહોચ્યા ભક્તો 
કાળી ચૌદશના દર્શન માટે ભક્તો મહુડી તીર્થમાં પહોંચ્યા છે. જોકે, આજે દિવાળીમાં કોવિડ મહામારીના કારણે સીમિત માત્રામાં ભક્તોને પ્રવેશ અપાયો છે. બપોરે 12.39 વિજય મુહૂર્તમાં હવન શરૂ થશે. માત્ર 180 પાસ ધારકોને જ મહુડીમાં પ્રવેશ આપવા આવશે. 


[[{"fid":"291968","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mahudi_diwali_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mahudi_diwali_zee.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mahudi_diwali_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mahudi_diwali_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"mahudi_diwali_zee.jpg","title":"mahudi_diwali_zee.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


આ પણ વાંચો : આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે: ગુજરાતીઓનો વેપાર અને ખાણીપીણીનો શોખ આપે છે આ બીમારી 


વિધાનસભાના અધ્યક્ષે દિવાળી ઉજવી 
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં પોતાના કાર્યાલય પર દિવાળીની ઉજવણી કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ ધર્મપત્ની પણ સાથે હાજર રહી કાર્યકરોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કર્યું હતું. તેઓએ લોકોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી તેમજ લોકોને સરહદ પર શહીદ થયેલા જવાનો માટે ઘરે એક દીવો પ્રગટાવવા અપીલ કરી.