અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવી ગયું, અને...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવી ગયું, અને...
  • ટ્રેલરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

યોગીન દરજી/ખેડા :સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા અમદાવાદ વડોદરા હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે (ahmedabad vadodara express way) પર બનેલા અકસ્માત (accident) ના બનાવમાં ટ્રેલર હાઇવેની સાઈડમાં નીચે પલ્ટી ખાઈ ગયું હતું. જેન કારણે ટ્રેલરનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો. ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેલરના ડ્રાઈવરને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રેલર હાઇવેની રેલિંગ તોડી સાઈડમાં 30 ફૂટ નીચે પલ્ટી ખાઈને પડ્યું હતું. અકસ્માત વધુ ગંભીર ન હતો, પરંતુ ટ્રેલરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

highway_accident_zee2.jpg

ફાયર વિભાગની ટીમ દ્વારા ટ્રેલરના કેબિનમાં ફસાયેલ ડ્રાઇવરને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી ટ્રેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રેલર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું, ત્યારે નડિયાદ પાસે હાઈવે પર આ ઘટના બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news