અતુલ તિવારી, અમદાવાદ: ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (Institute of Cost Accountants of India) સી.એમ.એ. (CMA) દ્વારા જાન્યુઆરી 2021 માં લેવાયેલી ઓનલાઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટરમીડિયેટ અને ફાઇનલના પરિણામની વાત કરીએ તો ડિસેમ્બર 2019 ની તુલનામાં ફાઈનલમાં 12.84 ટકાનો વધારો અને ઇન્ટરમીડીએટમાં 18.27 ટકાનો વધારો થયો છે. આ વખતે અમદાવાદ (Ahmedabad) સેન્ટરમાં 56 વિદ્યાર્થીઓ CMA થયા છે, જ્યારે 114 વિદ્યાર્થીઓ ઇન્ટરમીડીએટ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરી 2021માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ફાઇનલનું પરિણામ 51.98 ટકા આવ્યું છે જ્યારે અમદાવાદ (Ahmedabad) ચેપ્ટરનું પરિણામ 41.48 ટકા આવ્યું છે તો ઇન્ટરરમીડિયેટનું ઓલ ઇન્ડિયા લેવલ પર 55.69 ટકા પરિણામ આવ્યું છે. 

છેલ્લો દિવસ: જો આજે PAN-Aadhaar લીંક ન કર્યું તો અટકી જશે તમારા આ નણાકીય કામ


જ્યારે અમદાવાદ (Ahmedabad) ચેપટરનું પરિણામ 46.68 ટકા આવ્યું. ઇન્ટરમીડિયેટમાં ધ્રુમિલ દવે 658 માર્ક સાથે ઓલ ઈન્ડિયા લેવલ પર 44મો રેન્ક મેળવ્યો છે. તેમજ ફાઇનલમાં મિહિર ત્રિપાઠી (Mihir Tripathi)  586 માર્ક સાથે અમદાવાદમાં પ્રથમ સ્થાને આવ્યો છે. ICWA ના ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદનું 40 ટકાથી વધુ પરિણામ આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube