Kiran patel : ગુજરાતના મહાઠગ કિરણ પટેલે ભારે કારનામા કર્યા છે. દેશમાં પીએમઓ અને સીએમઓનું નામ કેવી રીતે વટાવાય એ મહાઠગ સિવાય કોઈ નહીં જાણતું હોય એને જે કાંડ કર્યા છે. એવું સાહસ કરવા અને બિન્દાસ્ત ખોટુ બોલવાની પણ હિંમત આ કિરણ પટેલ જ કરી શકે. મહાઠગ કિરણ પટેલ આજકાલ ગુજરાતમાં જ નહી, સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. ઠગ કિરણ પટેલની સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતા હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાએ પણ ઝેડ પ્લસ સિક્યુરિટી ઉપરાંત સ્ટાર હોટેલમાં જલસા કર્યાં હતાં. એવી અધિકારીઓ સાથે સંપર્ક કરાવવામાં પીઆરઓ હિતેશ પંડ્યાની ચાવીરુપ ભૂમિકા હોવાનું પણ ચર્ચાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિરણ પટેલે એક નેતાના ભાઈને બંગલો પચાવી પાડ્યો હતો
કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, ત્યારે પરિવાર કોઈ કારણસર અમદાવાદ થી 5 થી 6 દિવસ માટે બહાર હતું. તે સમય દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. બંગલાના વીડિયો આજે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળે છે. આ બંગલાના મુખ્ય દરવાજા પર 7 ઘોડાનું એક વોલપીસ પણ મુકાયેલું છે. કિરણ પટેલની આશ્રમ રોડ પર એક ઓફીસ હતી અને તેના કૌભાંડો માત્ર ગુજરાત પૂરતા સીમિત ન હતા. પરંતુ તે મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદ સહિતના મોટા શહેરોમાં લોકોને છેતરીને રૂપિયા ઠગતો હતો. કિરણ પટેલ રંગીન મિજાજનો હોવાના કારણે તે જે રૂપિયા છેતરપિંડી કરી કમાતો તે તમામ તેની ઐયાશીમાં વાપરતો હતો. આ બંગ્લો પચાવી પાડવાના કેસમાં હવે ફરિયાદ નોંધાઈ છે.  


ગુજરાતમાં CCTV કોન્ટ્રાક્ટમાં CMO ના PRO હિતેશ પંડ્યાના પુત્રનો દબદબો


આવતીકાલે અમિત પંડ્યાને કોર્ટમાં રજૂ કરાશે
અમિત પંડ્યા ભાજપ મિડીયા સેલમાં કાર્યરત છે. હવે આ આખાય પ્રકરણમાં એનઆઇએ સહિતની એજન્સીએ ઝુકાવ્યુ છે ત્યારે વિગતો બહાર આવી શકે તેમ છે. ગુજરાતીઓમાં એક ઠગ કિરણ પટેલ પ્રકરણથી મુખ્યમંત્રી કાર્યાલયની પ્રતિષ્ઠા ઝંખવાઇ છતાં PRO હિતેશ પંડ્યાને સરકાર સાચવી રહી છે. હિતેશ પંડ્યા હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં પીઆરઓ તરીકે કાર્યરત છે. હવે હિતેશ પંડ્યાની ભૂમિકા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કહેવાય છે કે, હિતેશ પંડ્યાનો પુત્ર અમિત જ કિરણ પટેલનો વહીંવટદાર હતો. હવે આ મામલે પોલીસ તપાસમાં ખુલાસો થઈ શકે છે કે કિરણ પટેલના મામલામાં અમિત પંડ્યા અને હિતેશ પંડ્યાનો રોલ કેટલો છે. 


કાશ્મીરમાં ભાજપી નેતા પણ હતા સરકારી મહેમાન, Z+ સિક્યુરિટીમાં ફરતા : રેલો આવતાં મૌન


સરકારના ઉચ્ચ અધિકારીઓએ પણ જી-20 બેઠક અંગે પણ પોતાના હાથ અદ્ધર કરી દીધા છે. તો આ બેઠક અમદાવાદની હયાત હોટલમાં કેવી રીતે યોજાઈ એ પણ સૌથી મોટો સવાલ છે. હાલમાં પુત્ર અમિત પંડ્યાને બચાવવા પિતા હિતેશ પંડ્યા હવાતિયાં મારી રહ્યાં છે. આવતીકાલે અમિત પંડ્યાને કોર્ટમાં રજૂ કરાશે. આ પ્રકરણમાં અમિત પંડ્યા તાજનો સાક્ષી બને તો આ પ્રકરણમાંથી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હોવાની ચર્ચા છે . જોકે, કાલે કાશ્મીર પોલીસ કોર્ટમાં શું જવાબ રજૂ કરે છે એ પર પણ મોટો આધાર છે.


રાહુલ ગાંધી હાજિર હો... 2019 ના કેસમાં આજે સુરત કોર્ટમાં હાજરી આપશે કોંગ્રેસ અધ્યક્ષ