ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર માટે મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે. લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સંકટમોચન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ચુકાદો રૂપાણી સરકારના માથે મોટું રાજકીય સંકટ લાવી શકે છે