હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્વિની કુમારે કોરોના અને લોકડાઉન અંગેના અપડેટ્સ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તમામ જીલ્લા કલેક્ટરોને સૂચના આપી જે પોતાના વતનમાં જવા માગે છે તેઓને તેમના વતનમાં ઝડપથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે. જ્યાં સુધી પરપ્રાંતિય (migrants) જવા ઈચ્છતા હોય તેમને સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે. ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. ગઇકાલ સુધીમાં ૩૯ ટ્રેનોમાં ૪૬ હજાર જેટલા પરપ્રાંતીઓ રવાના થયા છે. આજે બીજી 30 ટ્રેનનું આયોજન છે, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં 18 બિહારમાં 7 ટ્રેન જશે. સાંજ સુધીમાં ૮૨ હજાર 800 જેટલા પરપ્રાંતિયો રવાના થશે. આજે પોણા ચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી 10 થી 15 દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે.


પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસૂલવા મુદ્દે ગુજરાતમાં રાજકારણ, પરંતુ આખરે મરો તો મજૂરોનો જ...