રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં પુલની દીવાલ તૂટવાના મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગંભીર નોધ લીધી છે. સીએમએ બનાવની મેજિસ્ટ્રીયલ તપાસ માટે જિલ્લા કલેક્ટર તપાસ સોંપવાના આદેશો કર્યા. હાઈવે પર પુલની દિવાલ તૂટી પડતા બે લોકોના મોત થયા છે. આ પૂલનું કામ વર્ષ 2008માં NHAI દ્વારા કરવામાં આવ્યું છે. NHAIએ રિટેઈનિંગ વોલ-ઘટનાની ઈજનેરી તપાસ માટે SVNIT સુરતને બોલાવવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજકોટ: આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી, 2 લોકોના મોત, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં


રાજકોટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા 2 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આજી ડેમ સર્કલ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. 


આ પણ વાંચો:- રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ, પુત્રએ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ


આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થતા બે યુવાનોના મોત નિપજ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ત્યાં પહોંચીને દબાયેલા લોકોને તથા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી. અત્રે જણાવવાનું કે આજે સવારથી જ રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે. વર્ષ 2008માં બનાવવામાં આવેલી આ દીવાલ હાલ ધરાશયી થઈ ગઈ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માત્ર 5 સેકન્ડમાં દીવાલ ધરાશયી થઈ હતી. પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દેવાયો છે. 


આ પણ વાંચો:- રાજકોટ: આજથી કાગવડનું ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું


મનપાના અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાલ તો આ ઘટના અંગે દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યાં છે. દુર્ઘટના બાબતે ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે બે લોકોના મોત થયા છે. જ્યારે બે વાહનો દટાયા છે. જેને જેસીબીની મદદથી કાઢવામાં આવ્યાં. હજુ વધુ તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ જે બે લોકોના મોત થયા છે તેમાંથી એક ભાવેશ ઉર્ફે ભૂપત નાથાભાઈ મિયાત્રા છે. મૃતકના પિતા કોર્પોરેશનના વિજિલન્સના Dyspના ડ્રાયવર છે. જ્યારે અન્ય મૃતકનું નામ વિજય કરણભાઈ વીરડા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube