રાજકોટ: આજથી કાગવડ સ્થિત ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્યું, આ સૂચનાઓનું કરવું પડશે પાલન

અનલોક 1માં સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ આજથી ધાર્મિક સ્થળો, મોલ અને હોટલ રેસ્ટોરન્ટ્સને ખોલવાની મંજૂરી આપવામાં આવેલી છે. આ ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો ફરીથી દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે. કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પણ આજથી ખુલ્લું મુકવામાં આવ્યું. 

રાજકોટ: આજથી કાગવડ સ્થિત ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્યું, આ સૂચનાઓનું કરવું પડશે પાલન

રક્ષિત પંડ્યા, રાજકોટ: અનલોક 1માં સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ આજથી ધાર્મિક સ્થળો, મોલ અને હોટલ રેસ્ટોરન્ટ્સને ખોલવાની મંજૂરી આપવામાં આવેલી છે. આ ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો ફરીથી દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે. કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પણ આજથી ખુલ્લું મુકવામાં આવ્યું. 

સરકારના નિયમ અને ગાઇડલાઈન મુજબ ખોડલધામ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે. દર્શનાર્થીઓનું તાપમાન ચકાસી , માસ્ક પહેર્યા બાદ જ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ બાજુ આજથી ધાર્મિક સ્થળો ખુલતાની સાથે જ ભક્તો દર્શનાર્થે મંદિરે પહોંચવા માંડ્યાં. 

Image may contain: text that says "ખોડલધામ દર્શનાર્થીઓ માટે સૂચના દરેક દર્શનાર્થીનું ટેમ્પરેચર માપીનેજ પ્રવેશ આપવામાં આવશે, જો મર્યાદા કરતા વધુ હશે તો પ્રવેશ મળશે નહી મંદિરમાં ફરજીયાત માસ્ક પહેરીને જ જવું સોશીયલ ડીસ્ટન્સીંગનું ફરજીયાત પાલન કરવાનું રહેશે મંદિરમાં હાથ સેનીટાઈઝ કરીને જ પ્રવેશ કરવો સહકાર બદલ આભાર"

પંચનાથ મંદિરમાં હટાવી લેવાયા તમામ ઘંટ
ઝી 24 કલાકે પંચનાથ મંદિરની મુલાકાત લીધી જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે હેતુથી સ્ટીકર લગાવવામાં આવ્યાં છે. આ સાથે જ કોઈ વ્યક્તિ ઘંટ ન વગાડે તેથી મંદિરના તમામ ઘંટ પણ હટાવી લેવાયા છે. મંદિરના ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે. ભજન કિર્તન પણ નહીં કરવા દેવાય. ઉલ્લેખનીય છે કે રાજકોટ કાલાવાડ સ્થિત સ્વામીનારાયણ મંદિર આગામી 15 જૂનથી ખોલવામાં આવશે. 

જુઓ LIVE TV

આજથી હોટલ-રેસ્ટોરન્ટ પણ શરૂ થશે
ઝી 24 કલાક દ્વારા રાજકોટના ઘંટેશ્વર પાર્ક રેસ્ટોરન્ટની મુલાકાત લેવાઈ હતી. રેસ્ટોરન્ટ શરૂ કરતા પહેલા રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. 50 ટકા કેપેસિટી સાથે ટેબલ પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વન ટાઈમ યુઝ મેન્યુ કાર્ડ, ડીસ પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. હોટલ સ્ટાફને માસ્ક પહેરીને કામ કરવાની સૂચના અપાઈ છે. રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતા ગ્રાહકોને સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવશે. 2 મહિના રેસ્ટોરન્ટ બંધ રહેતા દોઢ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ  છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news