વળતર અંગે CMનું વિચિત્ર નિવેદન: ખેડૂતોને ફુલ નહી તો ફુલની પાંખડી મળશે !
હાલમાં પાકિસ્તાનથી આવેલા તીડ સમગ્ર ઉત્તરગુજરાત માટે ખાસ કરીને ખેડૂતો માટે ઘાતક સાબિત થયા છે. સમગ્ર સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં આ તીડોનો આતંકના કારણે મોટા ભાગની ખેતી બરબાદ થઇ ચુકી છે. ત્યારે સરકાર માટે આ આપત્તી ખાળવી એક મુશ્કેલી સાબિત થઇ રહી છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વહીવટી તંત્ર સામે પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં મુખ્યમંત્રી દ્વારા કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
અમદાવાદ : હાલમાં પાકિસ્તાનથી આવેલા તીડ સમગ્ર ઉત્તરગુજરાત માટે ખાસ કરીને ખેડૂતો માટે ઘાતક સાબિત થયા છે. સમગ્ર સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં આ તીડોનો આતંકના કારણે મોટા ભાગની ખેતી બરબાદ થઇ ચુકી છે. ત્યારે સરકાર માટે આ આપત્તી ખાળવી એક મુશ્કેલી સાબિત થઇ રહી છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વહીવટી તંત્ર સામે પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં મુખ્યમંત્રી દ્વારા કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
PIએ કહ્યું પ્રસાદીનાં બોક્ષ નીચે 18 લાખ રૂપિયા છુપાડજો અને જડપાઇ ગયા!
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વધારે એક કુદરતી આપત્તીનો ભોગ ગુજરાતના ખેડૂતો બન્યા છે. પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાન થઇ આ તીડ ગુજરાત પહોંચ્યા છે. બનાસકાંઠાના 95 ગામમાં તેની અસર જોવા મળી રહી છે. હાલમાં રાજ્ય અને કેન્દ્ર ની 27 ટિમ કામ કરી રહી છે. દવા છંટકાવનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આવતી કાલે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડવામાં આવશે. જો કે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ શક્ય નહી હોવાનું મુખ્યમંત્રીએ માહિતી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તીડ નાશક દવા ખુબ જ ઝેરી હોય છે. તેવામાં હેલિકોપ્ટરથી દવા છાંટવામાં આવે તેવી સ્થિતીમાં માનવ અને પશુ બંન્ને પર તેની વિપરિત અસર પડી શકે છે. તેથી દવાનો છંટકાવ હેલિકોપ્ટર દ્વારા થઇ શકે નહી. આ ઉપરાંત પાણીના સ્ત્રોત પર પડે તેવી સ્થિતીમાં પાણી પણ ઝેરી બની શકે છે.
માતા પર શંકા રાખતા પુત્રએ સ્કુલ પ્રિન્સિપાલનું ફેક એકાઉન્ટ બનાવી નાખ્યું
કેન્દ્ર સરકારના નિષ્ણાંતો આવી ચુક્યા છે. કાલે સવારે 10 વાગ્યા પહેલા દવા નાખવામાં આવશે. હજી 2 દિવસ સુધી સમગ્ર તંત્ર સ્ટેન્ડ ટુ છે. સરકાર આ મુદ્દે ખુબ જ ગંભીરતાથી કામગીરી કરી રહી છે. સરકાર ક્યાંય પણ ગફલતમાં રહી હતી. થતી કાર્યવાહી કરવામાં આવી છે. ખેડૂતોના વળતર અંગેના પ્રશ્નોને મુખ્યમંત્રીએ જવાબ આપતા જણાવ્યું કે, સર્વે કામગીરી કરી લેવામાં આવી છે. ખેડૂતોને વળતર મળશે. ફુલ નહી તો ફુલની પાંખડી પણ વળતર સ્વરૂપે આપવામાં આવશે. આ ખેડૂતોની જ સરકાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube