માતા પર શંકા રાખતા પુત્રએ સ્કુલ પ્રિન્સિપાલનું ફેક એકાઉન્ટ બનાવી નાખ્યું

શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને જે જાણી ને તમને પણ નવાઈ લાગશે. એક યુવકે પોતાની માતાની વધારે માહિતી મેળવવા માટે એક પ્રિન્સીપાલની ખોટી આઈડી બનાવી દીધી. નોંધનીય છે કે ફરિયાદી પ્રિન્સીપાલ તેની માતાની સહેલી છે જેથી તેની માતા સાથે વાત કરી વધારે માહિતી મેળવી શકે. જો કે આ યુવકે આવુ શા માટે કર્યું તેનું કારણ ખુબ જ ચોંકાવનારુ છે.

માતા પર શંકા રાખતા પુત્રએ સ્કુલ પ્રિન્સિપાલનું ફેક એકાઉન્ટ બનાવી નાખ્યું

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને જે જાણી ને તમને પણ નવાઈ લાગશે. એક યુવકે પોતાની માતાની વધારે માહિતી મેળવવા માટે એક પ્રિન્સીપાલની ખોટી આઈડી બનાવી દીધી. નોંધનીય છે કે ફરિયાદી પ્રિન્સીપાલ તેની માતાની સહેલી છે જેથી તેની માતા સાથે વાત કરી વધારે માહિતી મેળવી શકે. જો કે આ યુવકે આવુ શા માટે કર્યું તેનું કારણ ખુબ જ ચોંકાવનારુ છે.

પોલીસ ગિરફતમાં ઉભેલો આ યુવકનુ નામ છે ગૌતમ નાયર અને ગૌતમ નર્સિંગનો અભ્યાસ કરી ચુક્યો છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી કેમ કે તેની પર આરોપ છે કે તેણે  'happn, નામની લોકલ ડેટિંગ એપ્લીકેશન પર ફરિયાદીના નામની ફેક પ્રોફાઈલ બનાવી ફરિયાદીનો ફોટો મૂકી દીધો હતો. નોંધનીય વાત તો એ છે કે ફરિયાદી એક પ્રિન્સિપાલ છે અને આરોપી એજ સ્કૂલમાં અભ્યાસ કરી ચુક્યો છે. જોકે, ફરિયાદીની ફેક પ્રોફાઈલ બનાવવા વિશે જયારે આરોપીની તપાસ કરવામાં આવી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આરોપી બીજો કોઈ નહીં પરંતુ ફરિયાદી આચાર્યની બહેનપણીનો જ દીકરો હતો.

આ આરોપી નર્સિંગનો અભ્યાસ કરેલ છે અને એક હોસ્પિટલમાં નોકરી કરે છે. અને તેના પરિવારમાં ચાલી રહેલ માથાકૂટથી માનસીક રીતે  પરેશાન હતો. આરોપી યુવકના માતા-પિતા અલગ થઈ ગયા છે, છુટાછેડા લઈ ચુક્યા છે. તેની માતાએ બીજા લગ્ન પણ કર્યા છે પરંતુ તે તેની માતા ઉપર શંકા રાખી રહ્યો હતો. માતાની અંગત અને અન્ય માહિતી મેળવવા તેને ફરિયાદીનું ફેક પ્રોફાઈલ બનાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આરોપીની માતા અને ફરિયાદી એક બીજાના સહેલી છે. જેથી ફરિયાદીના નામનું એકાઉન્ટ બનાવી અંગત માહિતી માતાની લઈ શકે તે હેતુથી તેને આ કૃત્ય કર્યું હોવાનું કહી રહ્યો છે. જો કે પોલીસ હાલ આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news