CNG વાહન ચાલકોને હવે લાબી લાઇનમાં નહિ ઉભુ રહેવું પડે, સરકારનો મોટો નિર્ણય
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી મુક્તિ મળશે.
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી મુક્તિ મળશે.
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન બનાવવા માટે ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. સીએમ વિજય રૂપાણીએ આ ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત પર્યાવરણ પ્રિય- પ્રદૂષણમુક્ત પરિવહન સેવાથી ‘સ્વચ્છ ગુજરાત – સ્વસ્થ ગુજરાત’ની સંકલ્પના સાકાર કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ CNG સ્ટેશનની સ્થાપના રાજ્યના વિવિધ શહેરો તેમજ ધોરીમાર્ગ પર કરવામાં આવશે એટલું જ નહિં, ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને આ ‘CNG સહભાગી યોજના’ અન્વયે CNG આધારિત હરિયાળી ક્રાંતિમાં સહભાગી થઈ મોટું વળતર મેળવવાની તક મળશે.
પ્રેમમાં નિષ્ફળતા મળતા પાટણના સિદ્ધપુરમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા
CNG સહભાગી યોજના અંતર્ગત રાજ્યમાં નવા ૩૦૦ CNG પંપ થશે શરૂ
- રાજ્યના વિવિધ શહેરો- ધોરીમાર્ગો પર CNG સ્ટેશન શરૂ કરવામ પ્રોત્સાહન અપાશે
- હાલ હયાત પેટ્રોલ પંપ ધારકોને CNG પંપ શરૂ કરવા કોઇ વધારાની પરવાનગી લેવાની રહેશે નહિં
- ગુજરાતની પર્યાવરણ પ્રિય- સ્વચ્છ શુદ્ધ પરિવહન સેવાની પ્રતિબદ્ધતા – ૨૩ વર્ષમાં ૫૪૨ CNG સ્ટેશન સામે બે જ વર્ષમાં ૩૦૦ CNG સ્ટેશન શરૂ કરાશે
- ઘરે ઘરે પાઇપલાઇન ગેસ પહોંચાડવા હવે ડિપોઝિટમાં માતબર રાહત
- વાર્ષિક બે લાખની આવક ધરાવતા પરિવારોને માત્ર રૂ. ૧૦૦૦ ડિપોઝિટમાં મળશે PNG ગેસ જોડાણ
- ૨૦૨૨ સુધીમાં ૧૮ લાખ ઘરોમાં પાઇપલાઇન ગેસ પહોંચાડવાનો લક્ષ્યાંક