રવિ અગ્રવાલ/વડોદરા :કોલસાની તંગી (coal crises) ને કારણે રાજ્યમાં વીજ કાપનું સંકટ ઘેરાઈ રહ્યું છે. હાલ વીજ કાપની સૌથી મોટી સમસ્યા ખેડૂતોને નડી રહી છે. જેથી ખેડૂતોએ વીજકાપનો વિરોધ કર્યો છે. ત્યારે  ગુજરાતમાં વીજકાપની અફવાઓ વિશે MGVCL એ ખુલાસો આપ્યો છે. એમજીવીસીએલ (MGVCL) ના એમડી તુષાર ભટ્ટે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં વીજકાપ થશે તેવી અફવાઓ ફેલાઈ રહી છે. રાજ્યમાં વીજ કાપ (electricity) ની સ્થિતિ સર્જાય એવી કોઈ સ્થિતિ નથી. અઠવાડિયા કરતા હાલમાં પરિસ્થતિ ખૂબ સારી છે. થોડાક દિવસમાં પહેલા જેવું સામાન્ય થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમજીવીસીએલના એમડીએ વધુમાં જણાવ્યું કે, તહેવારમાં ગુજરાતમાં ખૂબ સરસ રીતે વીજળી આપવાના છે. સામાન્ય રીતે આપણે રિન્યુએબલ એનર્જી પર વિશ્વાસ કરીએ છીએ. હાલ સાંજના સમયમાં 30 મિનિટ સુધી કૃષિ માટે કાપ આપવામાં આવ્યો છે. કૃષિમાં પણ ખેડૂતો માટે શિડયુઅલ બનાવ્યું છે. સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધી વીજળી આપીએ છીએ. હાલ 30 મિનિટ માટે ખેડૂતોને અસર થઈ રહી છે. મધ્ય ગુજરાતમાં અઠવાડિયા પહેલાં દિવસમાં ત્રણ વખત 30-30 મિનિટમાં વીજ કાપ કરતા હતા. તેની સરખામણીમાં હાલમાં 30-30 મિનિટ વીજકાપ કરીએ છીએ. મધ્ય ગુજરાતમાં 8 કલાક વીજળી ખેડૂતોને આપીએ છીએ. 


રાજ્યમાં હાલ કોલસાની કોઈ ઘટ નથી. ગુજરાત માટે આપણે અલગ અલગ જગ્યાએથી આપણે કોલસો ખરીદીએ છીએ. મધ્ય ગુજરાતમાં 1600 મેગા વોટ વીજળીની રોજ જરૂર છે. વીજળી ખાનગી સપ્લાયર પાસેથી પણ ખરીદી રહ્યા છે. તેથી વીજકાપની આજે પણ કોઈ શક્યતા નથી, ભવિષ્યમાં પણ નહિ હોય. જીસેટના પ્લાન્ટ ફૂલ ફ્લેઝમાં ચાલે છે. જલ્દી જ જીસેકના 10 પ્લાન્ટ શરૂ કરાશે, હાલમાં 6 પ્લાન્ટ ચાલુ છે. આમાંથી 700 મેગાવોટ રોજ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. જીસેકના પ્લાન્ટ શરૂ થતાં જ બધી જ સ્થતિ સામાન્ય થઈ જશે. 2 થી 3 દિવસમાં બધુ જ સામાન્ય થઈ જશે. ખેડૂતોને 30 મિનિટ વીજકાપ જે કરીએ છે તે પણ નહિ કરવું પડે. સોલાર ઉર્જા 2000 મેગાવોટ ઉત્પન્ન કરીએ છીએ, અને વિન્ડ ઊર્જા 250 મેગાવોટ ઉત્પન્ન કરીએ છીએ. રાતના સમયે વીજળી માટે તો થર્મલ, ગેસ અને કોલસા પર જ આધારિત છે.