હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ગીર સોમનાથમાં દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એક જહાજે જળ સમાધિ લઇ લીધી છે. જ્યારે અન્ય બે જહાજને કોડીનારની અંબુજા જેટી પર લાવવામાં આવ્યા છે. કોસટગારડ દ્વારા ઝડપાયેલ જહાજમાંથી તપાસ દરમ્યાન હાલ ડ્રગ્સના સેંપલયા મળી આવ્યા છે. હાલ કોસ્ટગાર્ડ, IB સહિત પોલીસનો કાફલો અને જામનગર ડોગ સ્કવોર્ડ સ્થળ પર પહોચી ગયા છે. હાલ ATS અને નાર્કોના અધિકારીઓની અહીં આવીને તપાસ હાથ ધરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- આણંદના ખેડૂતે અપનાવી અનોખી પદ્ધતિ, બીજા કરતા મેળવ્યું દોઢ ગણુ ઉત્પાદન


પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇકાલે મોડી રાતે ઇન્ડોનેશિયાથી કુવૈત જઇ રહેલા 'સી શેલ' નામના જહાજ ભારતીય જળસીમામાં ઘુસી આવ્યું હતું. આ જહાજની શંકાસ્પદ હીલચાલને કારણે ભારતી કોસ્ટ ગાર્ડની ટીમે તેની પર નજર રાખીને તેને ઝડપી પાડ્યું હતું. કોસ્ટગાર્ડની ટીમો ઘટનાસ્થળ પર પહોંચીને જહાજમાં રહેલા 7 ક્રુ મેમ્બરોની પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળદ્વારકા નજીક લેવાયેલા શંકાસ્પદ જહાજ શી સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું છે. તેનું રજીસ્ટ્રેશન ઇન્ડોનેશયા નજીક એક ટાપુનું છે.


સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે અને વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે: લલિત વસોયા


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ થોડા દિવસો પહેલા કચ્છના જખૌ બંદરેથી ભારતીય તટરક્ષક દળે આ કરોડોના મૂલ્યનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ લગભગ 109 કિલોગ્રામ હોવાનો અંદાજ હતો. કુલ 193 પેકેટ્સમાં ડ્રગ ભરેલું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ભારત આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરતા ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે 13 શખ્સની ધરપકડ કરી હતી. તેમાં 6 પાકિસ્તાની નાગરિક છે અને 7 ભારતીય નાગરિકની પણ ધરપકડ કરી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...