• હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી 48 કલાક કચ્છ અને રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે


ઝી મીડિયા/બ્યૂરો :હવે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. ક્રમશ ઠંડીની અસર જોવા મળી રહી છે. મોટાભાગના શહેરના તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજે બુધવારે ગુજરાતનું હિલ સ્ટેશન કહેવાતું નલિયા ઠંડુગાર બન્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન આજે 8 ડિગ્રી નોંધાયું છે. ગઈ કાલે પારો 5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો ભૂજનું તાપમાન 10.4 ડિગ્રી અને કંડલાનું તાપમાન 13.5 ડિગ્રી પહોંચ્યું છે.  હજી પણ કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી 48 કલાક કચ્છ અને રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. 


આ પણ વાંચો : આજથી ગુજરાતમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવશે, જમીન ઉચાપતના કાયદાની અમલવારી થશે


સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ
તો બીજી તરફ, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ધુમ્મસની ચાદર ચારેતરફ ફેલાતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું છે. તો બીજી તરફ, વિઝીબિલિટી ઓછી થતા વાહન ચાલકો પરેશાન થયા છે. સાપુતારાએ સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્ય સર્જાયા છે. ધુમ્મસને પગલે ઠંડીનો ચમકારો વધી ગયો છે. 


ઠંડી વધતા સ્વેટર બજારમાં ખરીદી શરૂ 
રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઠંડીની શરૂઆત થતાં જ અમદાવાદમાં શહેરીજનો ગરમ કપડાની ખરીદી તરફ વળ્યા છે. અત્યાર સુધી કોરોનાની અસર ગરમ કપડાં નવા બજાર પર પણ વર્તાઈ છે. જોકે હવે લોકો ખરીદી કરવા આવતા વેપારીઓ કહી રહ્યા છે કે, હવે બજાર ખૂલી ગયા છે અને લોકો પણ ખરીદી કરવા આવી રહ્યા છે. પરંતુ કરફ્યૂની અસર વેપાર પર થઇ રહી છે.  જોકે આ વર્ષે તિબેટીયન માર્કેટ ન ભરાયા હોવાથી તેનો ફાયદો લોકલ માર્કેટને થઈ રહ્યો છે. લોકો ખરીદી કરવા માટે લોકલ માર્કેટમાં આવી રહ્યા છે. આ વર્ષે ગરમ કપડાંના ભાવમાં વધારો પણ થયો છે. ગયા વર્ષની સરખામણીમાં 20 ટકાથી વધુ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચો : જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો