આજથી ગુજરાતમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવશે, જમીન ઉચાપતના કાયદાની અમલવારી થશે

આજથી ગુજરાતમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવશે, જમીન ઉચાપતના કાયદાની અમલવારી થશે
  • ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હ બનશે
  • કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે

હિતલ પારેખ/ગાંધીનગર :આજે કેબિનેટની મીટિંગ પણ સવારે સાડા દસ વાગ્યે મળશે. પરંતુ એ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે સલામતીના હેતુથી જે ખાતરી આપી હતી તે હવે પૂરી કરવાની છે. ગત વિધાનસભામાં જમીન ઉચાપત મામલે કાયદાનું બિલ લાવવામાં આવ્યું હતું. જેમાં જમીન માફિયાઓને કાબૂમાં કરવા માટે નિયમો બનાવ્યા છે. ત્યારે ગુજરાતમાં પહેલી વખત આજથી તેની અમલવારી શરૂ કરવામાં આવનાર છે. જેમાં કોઈપણ વ્યક્તિ જમીન, મકાન, મિલકતમાં ગેરકાયદેસર ઘૂસી જતા હોય, પડાવી લેતા હોય, દસ્તાવેજ બનાવી લેતા હોય તે બધા જ લોકોની સામે આ કાયદાના અમલને વ્યવસ્થા બનાવી છે. આજથી આ કાયદો અમલમાં આવે છે અને જે કોઇ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તેને કલેક્ટર પાસે ફરિયાદ કરવી પડશે. 

તેમણે કહ્યું કે, ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હ બનશે. સામાન્ય માનવી-ખેડૂતો-ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સકંજો કસવાની સરકારની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં બુધવાર 16 ડિસેમ્બર  2020 થી કાયદાનો કડક અમલ થશે. 

આ પણ વાંચો : બુધવારની સવારે અમદાવાદમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 મુસાફર ઘાયલ

  • આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવશે. 
  • દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ છે
  • ફરિયાદ લાંબો સમય પડતર રહે નહિ 
  • કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે
  • સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે 
  • વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે 
  • જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટ 
  • દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે
  • ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે
  • વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે
  • સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે 
  • આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે  

આ પણ વાંચો : થર્ટી ફર્સ્ટ માટે ગોવા જવાનું પ્લાન કરી રહ્યાં છો, તો જરૂર વાંચી લો આ સમાચાર 

આ કાયદા હેઠળ ખાસ કોર્ટની રચના કરવી અને કેસનો 6 મહિનામાં નિકાલ કરવાની જોગવાઈ છે. જેમાં DySP અથવા તેનાથી ઉપરની કક્ષાએ તપાસ થશે. આ કાયદા હેઠળ ગુનેગારોને 10થી14 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે ગત 20 ઓગસ્ટની આસપાસ યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિને રોકવા માટે કડક કાયદો લાવવા અને 14 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવાનો નિર્ણય લીધો હતો. કડક જોગવાઈઓ સાથે, 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ' નામનો નવો કાયદો લાવવાની દરખાસ્તને કેબિનેટમા મંજૂરી આપવામાં આવી હતી. સરકાર તાત્કાલિક અસરથી સૂચિત કાયદાની જોગવાઈઓ લાગુ કરવા માટે વટહુકમ લાવશે તેવું તે સમયે નક્કી કરાયુ હતું. આ સૂચિત કાયદા હેઠળ આવા કેસોનો છ મહિનામાં નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા વિશેષ અદાલતો બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news