અમદાવાદ : શાહપુર પથ્થરમારામાં RSS-ભાજપના નામે ખોટો મેસેજ ફેલાવનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદના શાહપુરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર પથ્થરમારા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઉશ્કેરણી જનક ટ્વિટ કરાઈ હતી. ત્યારે આ ખોટી ટ્વિટ કરવાના મામલે ફરિયાદ થઈ છે. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરતી ટ્વિટ કરનાર ટ્વિટર હેન્ડલર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. આ ટ્વિટમાં ક્રાઇમ બ્રાન્ચ અને શાહપુર પોલીસના જવાનોને RSS અને ભાજપના લોકો હોવાનું બતાવ્યું છે. ખોટો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. સિવિલ ડ્રેસમાં ફરજ બજવતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોને ભાજપના અને RSSના માણસો બતાવવાનો પ્રયાસ કરાયો છે. ખોટો વીડિયો કોને બનાવ્યો હતો તે અંગે સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી.
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના શાહપુરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર પથ્થરમારા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ઉશ્કેરણી જનક ટ્વિટ કરાઈ હતી. ત્યારે આ ખોટી ટ્વિટ કરવાના મામલે ફરિયાદ થઈ છે. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરતી ટ્વિટ કરનાર ટ્વિટર હેન્ડલર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. આ ટ્વિટમાં ક્રાઇમ બ્રાન્ચ અને શાહપુર પોલીસના જવાનોને RSS અને ભાજપના લોકો હોવાનું બતાવ્યું છે. ખોટો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. સિવિલ ડ્રેસમાં ફરજ બજવતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોને ભાજપના અને RSSના માણસો બતાવવાનો પ્રયાસ કરાયો છે. ખોટો વીડિયો કોને બનાવ્યો હતો તે અંગે સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી.
"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી આર્શીવાદ લીધા
થોડા દિવસ પહેલા લોકડાઉન દરમિયાન શાહપુર વિસ્તારમાં પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. રમઝાનમાં બહાર નીકળતા લોકોને પોલીસે અટકાવ્યા હતા, ત્યારે લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના બાદ પોલીસે ચુસ્ત પેટ્રોલિંગ કર્યું હતું. જેનો વીડિયો ફેક મેસેજ સાથે વાયરલ કરવામાં આવ્યું છે.
લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા
@MuslimMirror નામના એકાઉન્ટ પરથી 9 મેના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ‘Armed BJP RSS activists with police in Shahpur, Ahmedabad. RSS Terrorist...’ લખાણ લખવામાં આવ્યું છે. આ સાથે શેર કરાયેલા વીડિયોમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓને આરએસએસ અને બીજેપી પાર્ટીના લોકો બતાવ્યા છે. ખઓટી પોસ્ટ મૂકી મુસ્લિમ કોમમાં ઉશ્કેરણીજનક ભાષણો લખી, તેમજ હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવુ કામ કરનાર સામે ગુનો દાખલ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર