ઝી બ્યુરો/અમદાવાદ: તલાટીની પરીક્ષાને લઇ આખરી નિર્ણય લેવાઇ ગયો છે. હવે 7 મેના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મામલે જાહેરાત કરી છે. બીજી બાજુ તલાટીની પરીક્ષાને લઈને ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે વધુ વિગતો જણાવી છે. તેમણે જણાવ્યું છે કે, પહેલાં ઉમેદવારોનું OJAS પર કન્ફર્મેશન લેવાશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. મશીનરી, પ્રીન્ટિંગમાં વ્યય અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ, 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ


તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા આપવા માગતા ઉમેદવારોએ ઓજસ પર ફોર્મ ભરવું પડશે. પરીક્ષામાં 50 ટકાથી પણ ઓછા ઉમેદવારો બેસતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું ફરજિયાત છે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.


ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાનો શોખ પુરો કરવા યુવકે કર્યું આવું કામ, ગજબનું કારસ્તાન


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કન્ફર્મેશનના ફોર્મ આવતીકાલથી ઓજસ વેબસાઈટ પર ફોર્મ ભરાશે. જે ફોર્મ ભરી કન્ફર્મ કરશે એજ પરીક્ષા આપી શકશે. ફોર્મ ભરવા માટે 6 દિવસનો સમય આપવામાં આવશે અને જે લોકો બીજીવારનું ફોર્મ ભરશે તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. બેઠક વ્યવસ્થાને લઇ તેમણે જણાવ્યું હતું કે, જુનિયર કલાર્કની જેમ તલાટીની પરીક્ષા માટે પણ અલગ-અલગ જીલ્લાઓમાં રહેશે.


ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ! કેસ અને મોતનો આંકડો વધ્યો, જાણો આજના પોઝિટીવ કેસ


મહત્વનું છે કે, સરકારનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેનાથી સંસાધનનો ખોટો બગાડ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે. આ પરિસ્થિતિને જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગે છે તેવા ઉમેદવારોએ પોતાનું કન્ફર્મેશન આપવું જરૂરી છે.


શું તમે પણ નથી ખાઈ રહ્યા ભેળસેળ વાળા કાળા મરી? ગુજરાતના આ શહેરમાં પડ્યા દરોડા


ઉલ્લેખનીય છે કે, તલાટીની પરીક્ષા માટે 17.50 લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. એવામાં અઢી હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોની હજુ સગવડતા કરવાની બાકી છે. ત્યારે આ અંગે ફાઈનલ નિર્ણય આવી ગયો છે. અને જે અંતર્ગત હવે તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવામાં આવશે.


જાણો દેશની સૌથી સસ્તી અને સારી કોલેજો વિશે...ગુજરાતની કઈ? ખાસ જાણવું જોઈએ