શું તમે પણ નથી ખાઈ રહ્યા ભેળસેળ વાળા કાળા મરી? ગુજરાતના આ શહેરમાં પડ્યા દરોડા, વેપારીઓમાં ફફડાટ

સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર એ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મસાલા બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કાળી મરીમાં ભેળસેળ થતો હોવાની શંકાએ મરચું, મરી, હળદર સહિતના મસાલાના નમુના લઇ સ્થળ પર લેબ વાહનના તપાસ કરવામાં આવ્યું હતું.

શું તમે પણ નથી ખાઈ રહ્યા ભેળસેળ વાળા કાળા મરી? ગુજરાતના આ શહેરમાં પડ્યા દરોડા, વેપારીઓમાં ફફડાટ

પ્રશાંત ઢીવરે/સુરત: લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસાલા વિક્રેતાના ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. કાળી મરીમાં ભેળસેળ થતો હોવાની શંકાએ મસાલાના સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર એ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મસાલા બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કાળી મરીમાં ભેળસેળ થતો હોવાની શંકાએ મરચું, મરી, હળદર સહિતના મસાલાના નમુના લઇ સ્થળ પર લેબ વાહનના તપાસ કરવામાં આવ્યું હતું. હાલ તો તપાસમાં કોઈપણ રીતના મસાલામાં ઘેરીથી દેખાઈ આવી ન હતી. પરંતુ જો કોઈ મસાલામાં ઘેર રેતી દેખાય આવે તો મહાનગરપાલિકા દંડ સહિતની કાર્યવાહી હાથ ધરશે.

મસાલાના સેમ્પલ લઈ ફૂડ ઇન્સ્પેકશન ઓન વિલનો ફોર્મ્યુલા મનપાએ અપનાવ્યો છે. પહેલા મહાનગરપાલિકા દ્વારા સેમ્પલ લઇ લેબ માટે મોકલી દેવામાં આવતા હતા અને આ રિપોર્ટ આવવા માટે વધુ સમય લાગતો હતો. હવે સેમ્પલ લીધા બાદ માત્ર પાંચ મિનિટમાં જ સ્થળ પર જ વિવિધ મસાલા ના લેવામાં આવેલા સેમ્પલોનું લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે અને સ્થળ પર જ આ મસાલામાં કોઈ ગેરરીતિ છે કે નહીં તેની તપાસણી કરવામાં આવી રહી છે. 

હાલ તો મહાનગરપાલિકા દ્વારા મસાલા ની દુકાનમાંથી લેવામાં આવેલા સેમ્પલો લેબોરેટરીમાં ચેક કરવામાં આવતા કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાઈ આવી ન હતી. પરંતુ જો કોઈ મસાલામાં ગેરરીતિ દેખાઈ આવે વિક્રેતાઓ પર દંડ સહિતની મહાનગરપાલિકા કાર્યવાહી હાથ ધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news