શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લીના સાડા ચાર લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર બીજા કોઈએ નહીં પણ સાબરડેરીએ આપ્યા છે, જેણા કારણે પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશીમાં પાર નથી. ડેરીએ 1.60 રૂપિયા જેટલો વધારાનો નફો આપવાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે સાબરડેરીએ દૂધના કિલો દીઠ ફેટના ભાવમાં રૂ 10નો વધારો કર્યો છે. માર્ચથી મે સુધીમાં ત્રણ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. સાબરડેરીએ ભેંસના પ્રતિ કિલો ફેટે રૂ 10 નો વધારો, જ્યારે ગાયના પ્રતિ કિલો ફેટે રૂ 6.90 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવવધારો 11 મેથી અમલમાં આવશે. જેની દરેક મંડળીને પરિપત્ર દ્વારા જાણ કરાઈ છે. ડેરીના આ નિર્ણયથી સાડા ચાર લાખ પશુ પાલકોને ફાયદો થશે. 


ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ફરી ચર્ચામાં, શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે?


સાબરડેરીએ દૂઘમાં કરેલા ભાવવધારાથી ભેંસના પ્રતિ કિલો ફેટ રૂ 10નો વધારો થતાં હવે પશુ પાલકોને રૂ.740 મળશે. જ્યારે ગાયના પ્રતિ કિલો ફેટ રૂ 6.90 નો વધારો થતો હવે પશુપાલકોને રૂ 320.50 મળશે. સાબરડેરી નિયામક મંડળ પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે.


આંદોલન સમયે તોડફોડ કેસમાં કોંગી નેતા હાર્દિક પટેલ સહિત 21 લોકોને મોટી રાહત, સરકારે કરેલી અરજી કોર્ટે મંજૂર કરી


ગત માર્ચ મહિનામાં મહેસાણા દૂધસાગર ડેરીએ પણ પશુપાલકોને ખુશખબર આપ્યા હતા. અને દૂધ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કર્યો હતો. મહેસાણા દૂધસાગર ડેરી પશુપાલકોને 680ના બદલે રૂ.700 ચૂકવી રહી છે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટના 20 રૂપિયાથી વધુ મળ્યા હતા. દૂધસાગર ડેરી દ્વારા 6.50 લાખ પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube