અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ખાતર કૌભાંડ મામલે ઉઠેલી ફરિયાદો બાદ ગઇકાલે DAP ખાતરનું ઉત્પાદન કરતી GSFC કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી. GSFCના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે, ખાતરની થેલીઓમાં ઘટએ કોઈ કૌભાંડ નથી પરંતુ પ્રોડક્શન એરર છે. ખાતર કૌભાંડ મુદ્દે આક્રમક વલણ અપનાવતા કોંગ્રેસના નેતાઓ દ્વારા સયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. જેમાં પાલ આંબલિયા, લલિત કગથરા અને લલિત વસોયા પણ હાજર રહ્યાં હતા અને તેમણે કૌભાંડ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત, અમદાવાદીઓને ગરમીથી શેકાઉ પડશે


DAP ખાતરનું ઉત્પાદન કરતી GSFC કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી છે. GSFC ના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે ખાતરની થેલીઓમાં ઘટ એ કોઈ કૌભાંડ નથી પરંતુ પ્રોડક્શન એરર છે. ઉત્પાદન દરમિયાન માનવ અને મશીન ભૂલ છે જેને લઈને સ્વતંત્ર તપાસ સોંપાઈ છે. GSFCના નિવૃત અધિકારી આ મામલે સપ્તાહના અંત સુધીમાં તપાસ કરીને રિપોર્ટ સોંપશે જેના આધારે જવાબદાર લોકો સામે ઠપકાથી લઈને બરતરફી સુધીના પગલાં ભરાશે. પ્રાથમિક તપાસ દરમિયાન 80,000 મેટ્રિક ટન ઉત્પાદનમાં સરેરાશ 300 ગ્રામ જેટલી ઘટ આવી છે. જેના કારણે કુલ 16 લાખ રૂપિયા જેટલા નુકસાનનું અનુમાન છે.


વધુમાં વાંચો: પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના ખેડૂતોની સફળ ખેતી, ઓછા ખર્ચે મળ્યો વધુ નફો


ખાતર કૌભાંડ મુદ્દે પત્રકાર પરિષદમાં સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ કિસાન સેલ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, દરેક બોરીમાં 705 ગ્રામનો ઘટાડો હતો. GSFCએ 300 ગ્રામનો દાવો કર્યો તે ખોટો છે. મીડિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાતર કૌભાંડ મુદ્દે ચોરી કરનારને જ તપાસ સોંપવામાં આવી છે. તોલમાપ વિભાગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. એક સિઝનમાં 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જ્યારે વર્ષે ઓછામાં ઓછું 200 કરોડનું ભ્રષ્ટાચાર થાય છે.


અમદાવાદ: માલધારીઓ મુદ્દે પૂર્વ MLA ભવન ભરવાડે લખ્યો સીએમ અને ગૃહમંત્રીને પત્ર


2015થી ચાલતા આ કૌભાંડમાં 16 લાખના મેન્યુફેક્ચર ભૂલ નથી. સૌથી મોટ પ્રશ્ન એ છે કે, GSFC કંપની ગવર્મેન્ટ કંપની છે. ગવર્મેન્ટનું સાહસ છે અને અધિકારીઓનું કહેવું છે કે, અમારી આખે આખી ઓટોમેટિકલી સિસ્ટમ છે. ઓટોમેટિકલી સિસ્ટમ મુજબ જે તૈયાર માલ છે તેનું પેકિંગ કરતી વખતે તે ઓટોમેટિકલી માલ ઉપાડે છે. અને દરેક બોરીએ 700 ગ્રામ માલ ઘટયો હોય તો એક દિવસની અંદર 60 હજાર બોરી બનતી હોય તો જેટલા માલ વધે છે તેના પર અધિકારીને રોજે રોજ ખબર પડવી જોઇએ કે આજે આટલો માલ વધ્યો છે તો અધિકારીઓ ને કેમ ખ્યાલ ન આવ્યો આજે બોરીઓમાં આટલો માલ ઓછો ગયો છે.


વધુમાં વાંચો: જૂનાગઢ: મીડિયા કર્મી પર લાઠીચાર્જ મામલે 1 PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ


તો બીજી બાજુ જે ગોડાઉનમાં ટ્રક ભરાય છે. તે ગોડાઉનમાં ખાલી ટ્રકનું વજન કરવામાં આવે છે. સાથે બોરીઓનું વજન અને ભરેલા ટ્રકનું વજન કરવામાં આવે છે. જો તેમણે આ વજનની સરખામણી કરી હોત તો તેમને રોજે રોજ ખબર પડી જતી કે આ ટ્રકની અંદર આજે આટલું વજન ઓછું ગયું છે. જ્યારે દરેક બાબતની અંદર સરકાર અને જીએસએફસીના અધિકારીઓને દરરોજ ખબર પડતી હતી કે આમાં આટલો માલ ઓછો જાય છે. આજ અધિકારીઓના 9 તારીખના સ્ટેટમેન્ટ અલગ હતા. 10 તારીખના સ્ટેટમેન્ટ અલગ હતા અને જ્યારે ગઇકાલે તેમણે જે સ્ટેટમેન્ટ આપ્યું તે પણ અલગ હતું.


વધુમાં વાંચો: પાણીનો પોકાર: આ ગામમાં આઠ દિવસે એક જ વાર મળે છે પીવાનું પાણી


તેમણે 10 તારીખે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, આમાં વચ્ચેથી માલ ચોરાઇ જાય છે. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ એવી ભલામણ કરી હતી કે, જો તમારો માલ ચોરાઇ જતો હયો તો તેમારી પોતાની જવાબદારી બનતી હોય છે. કે તમારી સાથે છેતરપિંડી કરનારા તમારા સપલાયરો સામે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. જીએસએફસીએ કેમ પોલીસ ફરિયાદ કરી નહીં. મેન્યુફેક્ચર એરરના નામે આખે આખા કૌભાંડના દબાવવાનો પ્રયત્ન થયો છે. તો આ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તોલમાપની ભૂલએ ફોજદારી ગુનો બને છે. 


વધુમાં વાંચો: જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સત્તામાં આચાર્ય પક્ષનો વિજય, ફરીવાર પુનરાવર્તન


અધિકારીઓ સામે ફજદારી કેસ થવો જોઇએ. ભાજપના કાર્યકરો જ કૌભાંડમાં સામેલ હોવાથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર કોઇને પકડવા માગતી નથી. સરકારને વિનંતી છે કે, ખેડૂતોનું લોહી પીવાનું બંધ કરો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારમાં અનેક કૌભાંડ બહાર આવશે. સરકારે કેબિનેટમાં આ મામલે ચર્ચા કરીને જવાબ આપવો જોઇએ. આ 1.5 વર્ષ જૂની થેલીમાં પણ 600 ગ્રામ ખાતર ઓછું છે. તો આ કૌભાંડ ક્યારથી ચાલી રહ્યું છે. અને તેના કારણો કૃષિ મંત્રી સમજાવે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...