વડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર, કોગ્રેસ-ભાજપના કાઉન્સિલરો થયા સંક્રમિત
ડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. વડોદરા કોંગ્રેસ-ભાજપના કાઉન્સિલરો કોરોના સંક્રમિત થયા છે. ભાજપ કોર્પોરેટર મનોરમાબેન ખરડેનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. વડોદરા કોંગ્રેસ-ભાજપના કાઉન્સિલરો કોરોના સંક્રમિત થયા છે. ભાજપ કોર્પોરેટર મનોરમાબેન ખરડેનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર જાગૃતિબેન રાણા, પુષ્પાબેન વાઘેલા, હેમાંગીની કોલેકરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર તૃત્પિબેન ઝવેરી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો:- સાંસદ દર્શના જરદોશે ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી
કોરોનાની ગાઈડ લાઈનનું પાલન
વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમો સક્રિય બની છે. કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્રૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખોરાકની ગુણવત્તા, સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ સેનેટાઈઝરની તપાસ કરવામા આવી રહી છે. લારી, ગલ્લા, ખાણીપીણીની દુકાનો પર તપાસ શરૂ કરવામા આવી છે. પાલન ન કરતા વેપારીઓની નોટિસ ફટકારી, લારીઓ બંધ પણ કરાવી આવી રહી છે.
આ પણ વાંચો:- નર્મદા નદી ભયજનક લેવલથી 4 ફૂટ દૂર, ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા
કોવિડ સારવાર માટે હોસ્પિટલોની માન્યતામાં વધારો
તો બીજી તરફ વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલએ વીડિયો કોન્ફરન્સથી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડોદરા ગ્રામ્ય, સાવલી, પાદરા, ડભોઈમાં આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવામાં આવશે. જિલ્લાના હયાત ચાર કોવિડ સેન્ટરની સંખ્યા વધારી સાત કરવામાં આવશે. બેડની સંખ્યા 120થી વધારીને 390 કરાશે. કોવિડ સારવાર માટે હોસ્પિટલોની માન્યતામાં વધારો કરાશે. હાલ આઠ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે જે વધારીને પંદર કરાશે અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 200થી વધારી 393 કરાશે. ચાલુ મહિનાના અંત સુધીમાં તમામ સુવિધા વધારવા કલેક્ટરની સૂચના
આ પણ વાંચો:- આખા સુરત શહેરમાં વેચાય તે પહેલા પકડાયું 1.31 કરોડનું એમડી ડ્રગ્સ
વધુ 128 પોઝિટિવ કેસ આવ્યા
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાના વધુ 128 પોઝિટિવ કેસ આવ્યા હતા. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 10,816 થઈ છે. 4308 સેમ્પલમાંથી 128 કેસ પોઝિટિવ આવ્યા હતા. કોરોનાથી વધુ 114 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધી કોરોનાથી 9124 દર્દી સાજા થયા છે. કોરોનાથી વધુ 3 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 181 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર