Gujarat Politics : ભાજપ ઓપરેશન લોટસના સહારે બનાસકાંઠામાં ગેનીબેનને હરાવવા માટે મરણીયા પ્રયાસો કરી રહી છે. ભાજપે આ ઓપરેશનના સહારે પોરબંદરની માંડવિયાની સીટ અને હવે સુરેન્દ્રનગરની સીટ જીતવા માટે નવી રણનીતિ બનાવી છે. ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાના ટાર્ગેટ મૂક્યા છે પણ હવે ક્ષત્રિય આંદોલને તમામ સમીકરણો બદલી કાઢ્યા છે. ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે. રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. હવે કોંગ્રેસે કરેલો ખેલ ભાજપને ભારે પડી શકે છે. ભાજપ ઓપરેશન લોટસના સહારે કોંગ્રેસીઓ તોડી રહી છે પણ કોંગ્રેસે એક એવો ખેલ કર્યો છે જેના પગલે ભાજપના ઉમેદવારોને પરસેવો પડી શકે છે. બંને ઉમેદવારો સામે સ્થાનિકમાં નારાજગી વચ્ચે હવે કોંગ્રેસના ખેલને પગલે ભાજપના નેતાઓ પણ ટેન્શનમાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા એ ભાજપની પરંપરાગત બેઠક
વાત છે મહેસાણા બેઠકની... કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પર એક સમયના અલ્પેશ ઠાકોરના સાથી એવા રામજી ઠાકોર અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિનેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા લોકસભામાં કોંગ્રેસે 26 વર્ષ બાદ ઠાકોરને તક આપી છે. તેની પાછળ હાલમાં ભાજપના પુરુષોતમ રૂપાલા સામે આખા રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં જોવા મળતા રોષનો લાભ મળવાની ગણતરી પણ રહેલી છે. કારણ કે, આ બેઠકમાં સૌથી વધુ પાટીદાર મતો પછી ઠાકોર સમાજના મત છે. મહેસાણા એ ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે. 


ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજો


દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ?


ચાવડા પર ભાજપૂતનો સિક્કો..
રામજી ઠાકોર ઠાકોર સમાજના મત તોડશે અને ચાવડા પર હાલમાં ભાજપૂતનો સિક્કો હોવાથી ક્ષત્રિયો પણ નારાજ છે. અહીં ગરાશિયા દરબારોનો વટ છે પણ જેઓ ચાવડાથી નારાજ છે. જેમના દમ પર જ ચાવડા આ બેઠક જીત્યા હતા. જો રૂપાલા વિવાદનો ઉકેલ નહીં આવ્યો તો ચાવડાને આ વિવાદ ભારે પડશે તેમાં કોઈ શંકા નથી. ચાવડા મંત્રી બનવા માટે ભાજપમાં જોડાયા છે પણ એમના અરમાનો અધૂરા રહે તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસે અહીં મોટો ખેલ કર્યો છે. રામજી ઠાકોર એ એક સમયે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના કરીબી હતા. જેઓ સી. જે ચાવડાને નડીને અલ્પેશ માટે મંત્રીપદના દરવાજા ખુલ્લા રાખી શકે છે. ચાવડા જીતે તો અલ્પેશ ઠાકોર માટે લીલીપેનથી સહી કરવાના સપનાં રોળાઈ શકે તેમ છે.


સુરતના ડાયમંડ ઉદ્યોગપતિનો આખો પરિવાર દીક્ષા લેશે, પરિવારના પાંચ સંતાનો સંયમના માર્ગે