ભાજપે ખેલ પાડ્યો! સુરતમાં કોણ ફૂટ્યું, ટેકેદારો કે કુંભાણી? મતદાન પહેલાં જ એક બેઠક હારી જશે કોંગ્રેસ
Loksabha Election 2024: સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર એવા સંકટમાં ફસાઈ ગયા છે કે તેમના માટે 21 એપ્રિલનો દિવસ બહુ મહત્વનો સાબિત થવાનો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે કુંભાણીના ફોર્મમાં જે સહી છે તે અમારી નથી. આ એફિડેવિટને કારણે નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે પ્રશ્ન ઉભો થઈ ગયો છે.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, તમામ બેઠક પર રસાકસીવાળો મુકાબલો જોવા મળી રહ્યો છે. પરંતુ સુરતમાં એક એવી ઘટના બની કે જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર સંકટમાં આવી ગયા છે. મતદાન પહેલા જ કોંગ્રેસે એક બેઠક ગુમાવી શકે છે. એવું તો શું થયું કે પંજો આવી ગયો મુશ્કેલીમાં?
જેના પર સૌથી ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદાર ફસક્યા, ચૂંટણી પહેલા કુંભાણીને ઘરભેગા
- શું મતદાન પહેલા જ કોંગ્રેસ ગુમાવશે આ બેઠક?
- રણ મેદાનમાં નહીં ઉતરી શકે કોંગ્રેસના ઉમેદવાર?
- મતદાન પહેલા જ આ બેઠક જીતી જશે ભાજપ?
- સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થઈ જશે રદ?
ભાજપનો નવો ટોર્ગેટ 'ઓપરેશન ફોર્મ'! નિલેશ કુંભાણી બાદ શુ જેની ઠુમ્મરનું ફોર્મ રદ થશે?
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર એવા સંકટમાં ફસાઈ ગયા છે કે તેમના માટે 21 એપ્રિલનો દિવસ બહુ મહત્વનો સાબિત થવાનો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે કુંભાણીના ફોર્મમાં જે સહી છે તે અમારી નથી. આ એફિડેવિટને કારણે નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે પ્રશ્ન ઉભો થઈ ગયો છે. જો કે કલેક્ટરે 20 એપ્રિલે પહેલા સાંજે ચાર વાગ્યા સુધીનો અને ત્યારપછી 21 એપ્રિલે સવાર સુધીનો સમય આપ્યો છે. જેના કારણે કોંગ્રેસમાં થોડો જીવ આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણ
કુંભાણીના જે ટેકેદારો હતો તેઓ ફરી ગયાના આક્ષેપ લાગ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસ અને આપના નેતાઓએ એવા આરોપ લગાવ્યા છે કે કુંભાણીના જે ટેકેદાર છે તેમનું અપહરણ થયું છે. કોંગ્રેસે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના જે ત્રણ ટેકેદાર હતા તેમાં રમેશભાઈ બાવચંદભાઈ પોલરા, જગદીશ નાનજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરૂભાઈ ધામેલિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ટેકેદારોએ હવે એફિડેવિટ કરીને કહ્યું છે કે ફોર્મમાં જે સહી છે તે અમારી નથી.
ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી
- મતદાન પહેલા જ કોંગ્રેસ હારશે સુરત?
- કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થઈ જશે રદ?
- કુંભાણીને ઘરના લોકોએ આપ્યો દગો?
- કોંગ્રેસમાં જ વિખવાદ કે ભાજપ કરી ગયું ખેલ?
- ટેકેદારોએ એફિડેવિટ કરીને શું કહ્યું?
- શું કોંગ્રેસના ટેકેદારોનું થયું છે અપહરણ?
ક્ષત્રિયોએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા", જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?
અહીં સૌથી મોટો સવાલ એ છે કે જે ટેકેદાર છે તે નિલેશ કુંભાણીના સગા છે. અને જગદીશ સાવલિયા અને કુંભાણી તો સાળો-બનેવી થાય છે. હવે જે સગા સંબંધી છે તે ફરી જતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપ આ મામલે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. તો કોંગ્રેસ અને આપે ત્રણેયનું અપહરણ થયાનો આક્ષેપ લગાવ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે કુંભાણીના બે વિરોધાભાસી નિવેદનથી શંકાની સોઈ તેમની તરફ પણ ઉઠી રહી છે.
એક એવા મહિલા મસીહા...જેમણે સુરતની 2100થી વધુ વિધવા મહિલાઓને અપાવ્યો સરકારી લાભ
તો કુંભાણીના ફોર્મ વિવાદ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહે આરોપ લગાવ્યો કે ભાજપ નિષ્પક્ષ ચૂંટણી નથી ઈચ્છતું તેથી જાણી જોઈને ખોટા વાંધા ઉઠાવે છે. સુરત લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. આ વખતે ભાજપના મુકેશ દલાલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી વચ્ચે સીધો જંગ છે. મુકેશ દલાલ OBC ચહેરો છે અને મૂળ સુરતી છે. જ્યારે કુંભાણી પાટીદાર અને મૂળ સૌરાષ્ટ્રના વતની છે.
નકલી ઘીથી બચીને રહેજો! ગુજરાતના આ શહેરમાં રેડ પડી, ઝડપાયું 17 લાખનું 2700 કિલો ઘી
પાટીદાર આંદોલનમાં પણ કુંભાણી ખુબ સક્રિય રહ્યા હતા. સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર પણ રહી ચુક્યા છે અને વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. જો કે તેઓ હારી ગયા હતા. 2024ની લોકસભા લડાઈમાં કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ 21 એપ્રિલે ચૂંટણી અધિકારીનો ચુકાદો શું રહે છે તેના પર બધો મદાર છે. જો ફોર્મ રદ થયું તો સુરતમાં ભાજપની લડાઈ અપક્ષ અને અન્ય પક્ષ સામે થશે અને રદ ન થયું તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. જોવાનું રહેશે કે ચૂંટણી અધિકારીનો શું ચુકાદો આવે છે.