રાજકારણ! જેના પર સૌથી ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદાર ફસક્યા, કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલાં ઘરભેગા કરશે
Loksabha Election 2024: નિલેશ કુંભાણી માટે તેમના ત્રણ ટેકેદારો માથાનો દુખાવો બન્યા હતા. જેમાંથી એક ટેકેદાર તો તેમના બનેવી છે અને એક તેમના ભાગીદાર. હવે આ બન્ને જણાંએ ભેગા મળીને કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલા ઘરભેગા કરશે. પરંતુ સમગ્ર વિવાદ બહાર આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ હાલ અચાનક સ્ટેન્ડ બદલ્યું છે.
Trending Photos
Loksabha Election 2024: કોંગ્રેસે અમરેલીના નિલેશ કુંભાણીને સુરતથી લોકસભા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદમાં આવ્યું છે. સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇ વાંધો નોંધાવાયો છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો હતો. કુંભાણીના ટેકેદારની સહી યોગ્ય નહિ હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંગે સુરત ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી હતી. નિલેશ કુંભાણી માટે તેમના ત્રણ ટેકેદારો માથાનો દુખાવો બન્યા હતા. જેમાંથી એક ટેકેદાર તો તેમના બનેવી છે અને એક તેમના ભાગીદાર. હવે આ બન્ને જણાંએ ભેગા મળીને કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલા ઘરભેગા કરશે. પરંતુ સમગ્ર વિવાદ બહાર આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ હાલ અચાનક સ્ટેન્ડ બદલ્યું છે.
ટેકેદારોનું અપહણ ન થયાનો દાવો
નિલેશ કુંભાણીએ કાલ સવાર સુધીમાં ફોર્મ માન્ય થવાનો દાવો કર્યો છે. સાથે ટેકેદારોનું અપહણ ન થયાનો પણ દાવો કર્યો છે. આ અગાઉ નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે ભાજપ દ્વારા ધાક-ધમકી આપીને ટેકેદારોનું અપહરણ કરાયું છે. ટેકેદારો હાલ કોંગ્રેસના સંપર્કમાં નથી. ટેકેદારોને શોધીને ચૂંટણી જીતીશું. પહેલા અપહરણનો આરોપ લગાવ્યો હતો. જોકે બાદમાં અપહરણ ન થયું હોવાની વાત કરી છે.
નિલેશ કુંભાણીના બનેવી અને ભાગીદાર ટેકેદાર હતા
ગુજરાત કોંગ્રેસના 3 ટેકેદારોએ કહ્યું કે ફોર્મમાં અમારી સહી નથી, આ નિવેદન બાદ નિલેશ કુંભાણીના ફોર્મ પર વિવાદ થયો હતો. ત્યારે આ સમગ્ર વિવાદ મુદ્દે કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો ફરી ગયા કે શું તે એક મોટો સવાલ ઉભો થયો છે. નિલેશ કુંભાણીના બનેવી અને ભાગીદાર ટેકેદાર હતા. પોતાના જ લોકોએ દગો આપ્યો કે કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે.
નિલેશ કુંભાણીની બહેને પોલીસમાં અરજી દાખલ કરી
હાલ ઉમરા પોલીસ સ્ટેશનમાં મોટો ડ્રામા ચાલી રહ્યો છે. નિલેશ કુંભાણીના ટેકેદાર જગદીશ સાવલિયા છે, જેઓ તેમના બનેવી છે. ત્યારે હવે જગદીશ સાવલિયા ફરી ગયા છે. તેઓ હાલ સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈને હવે નિલેશ કુંભાણીના બહેને જગદીશ સાવલિયાનું ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયાની અરજી દાખલ કરી છે.
3 ટેકેદારોની ખોટી સહી સામે વાંધો
જગદીશ સાવલિયા, ધ્રુવિન ધીરૂભાઈ ધામેલિયા અને રમેશભાઈની સહીને લઈને વિવાદ થયો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ન કર્યાની અરજી કરી હતી. તેમના ટેકેદારોએ કહ્યું કે, 'ફોર્મમાં અમારી કોઇ સહી જ નથી.'
આવતી કાલે સવારે 11 વાગ્યે વિવાદિત ફોર્મ મુદ્દે સુનાવણી
નિલેશ કુંભાણીના વકીલે કોંગ્રેસને એક દિવસનો સમય આપ્યો હોવાનો દાવો કર્યો છે. વકીલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળીને પછી અધિકારી નિર્ણય કરશે. આ સાથે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો વકીલે દાવો કર્યો છે. ચૂંટણી અધિકારીએ નોટિસ આપતાં કોંગ્રેસે સમય માગ્યો છે. આવતી કાલે સવારે 11 વાગ્યે વિવાદિત ફોર્મ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે. રવિવાર સવારે 11 વાગ્યે કોંગ્રેસની રજૂઆત અધિકારી સાંભળશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે, સુરતમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર બચાવવા કાનુની દાવપેચ લડવા તૈયાર થઈ ચૂકી છે. નિલેશ કુંભાણીના 3 ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદ્દના વિરોધમાં ત્રણ અરજી આપી છે. જેની આવતીકાલે સુનાવણી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે