Loksabha Election 2024: ગુજરાતમાં હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે એક મોટો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. મુકુલ વાસનિકે કોંગ્રેસ ગુજરાતમાં 10થી વધુ લોકસભા બેઠકો જીતશે તેવો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર સમાજ વિફર્યો! કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ 48 કલાકમાં ફરિયાદ નહીં થાય તો....


માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધનો વંટોળ પૈદા થઈ રહ્યો છે. ત્યારે મતદાન નજીક આવતા ભાજપ સામેનો આક્રોશ વધુ જોવા મળશે તેવું  મુકુલ વાસનિકે જણાવ્યું હતું. મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે નારાજ મતોને કોંગ્રેસ પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવશે. 


ગુજરાતમાં નવી ભયંકર આગાહી; આ તારીખ નોંધી લેજો, આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે


કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક હાલ એક દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે લોકસભાની ચૂંટણી મુદ્દે વાસનિકનું એક મહત્વપૂર્ણ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે લોકશાહીમાં સામાન્ય ચુંટણી પર્વ સમાન છે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લઇ શકશે. પરંતુ ભારતમાં આજે તાનાશાહી વ્યવસ્થા જોવાઇ રહી છે. લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદેસર રીતે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે છે. માત્ર ભારતના મતદારો નહીં દુનિયા આ પ્રક્રિયાને જોઇ રહી છે. 


આ જોવાનો લ્હાવો ચૂકતા નહીં! અમેરિકાના ટાઈમ સ્ક્વેર પર ઝળકશે વિશ્વઉમિયાધામની ઝાંખી


તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર, કોર્ડીનેટર અને નેતાઓ સાથે આજે બેઠક કરી હતી. ચૂંટણી માટે કોંગ્રેસમાં છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાંથી થનારુ પરિવર્તન આખા દેશ સામે આવશે. અમે સમય પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે, બાકીના બે દિવસમાં જાહેર થશે.  


ચૂંટણી પહેલા ભાજપે ભૂપેન્દ્ર પટેલને સોંપી મહત્વની જવાબદારી, આ સમિતિમાં કર્યા સામેલ


વાસનિકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. બે બેઠકો પર વિરોધના કારણે ભાજપે ઉમેદવારો બદલવાનો વારો આવ્યો છે. હજુ પણ અનેક બેઠકો પર મુશ્કેલી જોવા મળી રહી છે. અત્યાર સુધી કોંગ્રેસની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ભાજપમાં જોવા મળી રહી છે. 


લીલીપેન! ભાજપમાં હાંડલા કુસ્તી થશે, ચાવડા અને મોઢવાડીયા જીત્યા તો બગાડશે ખેલ


બીજી બાજુ કૉંગ્રેસના સાત ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જ્યારે ભાજપે લોકસભાના મેદાનમાં 26 બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે.